પાલનપુર-સામખિયાળી સેક્શન પર વારાહી-વાઘપુરા-છાંસરા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના બાંધકામને કારણે ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનો (trains) ને અસર થશે. પશ્ચિમ રેલવે (Western Railway) ના અમદાવાદ (Ahmedabad) ડિવિઝન ના પાલનપુર-સામખિયાળી સેક્શન પર વારાહી-વાઘપુરા-છાંસરા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના બાંધકામને કારણે ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનોને અસર થશે.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ, અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ અને અમદાવાદ-મુઝફ્ફરપુર સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસ ટ્રેનો અમદાવાદને બદલે સાબરમતી (ધરમ નગર)થી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
અમદાવાદ-પુરી, ગાંધીધામ-પુરી અને અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડશે
અમદાવાદ-પુરી એક્સપ્રેસ, ગાંધીધામ-પુરી અને અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેનો ઇસ્ટ કોસ્ટ રેલવે પર સંબલપુર ડિવિઝનના તિતલાગઢ -સિકિર સેક્શન પર ડબલિંગ કામ અને તિતલાગઢ-કેસિંગા સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના બાંધકામ સંબંધિત નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. . જેની વિગતો નીચે મુજબ છેઃ-
08મી અને 15મી જુલાઈ 2022ના રોજ, ટ્રેન નંબર 20862 અમદાવાદ-પુરી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ રાયપુર-તિતલાગઢ-સંબલપુરને બદલે IB-સંબલપુર થઈને બદલાયેલા રૂટ પર દોડશે.
06મી અને 13મી જુલાઈ 2022ના રોજ, ટ્રેન નંબર 20861 પુરી-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ સંબલપુર-તિતલાગઢ-રાયપુરને બદલે સંબલપુર-આઈબી થઈને દોડશે.
08મી અને 15મી જુલાઈ 2022ના રોજ ટ્રેન નંબર 12993 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ રાયપુર-તિતલાગઢ-સંબલપુરને બદલે IB-સંબલપુર થઈને બદલાયેલા રૂટ પરથી દોડશે.
તારીખ 11મી અને 18મી જુલાઈ 2022 ટ્રેન નંબર 12994 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ સંબલપુર-તિતલાગઢ-રાયપુરને બદલે સંબલપુર-આઈબી થઈને દોડશે.
07,11 અને 14 જુલાઈ 2022 ના રોજ ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ સંબલપુર-તિતલાગઢ-રાયપુરને બદલે સંબલપુર-આઈબી થઈને દોડશે.
07,12 અને 14 જુલાઈ 2022 ના રોજ ટ્રેન નંબર 20824 અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ રાયપુર-તિતલાગઢ-સંબલપુરને બદલે IB-સંબલપુર થઈને બદલાયેલા રૂટ પરથી દોડશે.