Ahmedabad : અમદાવાદમાં ટ્રાફિક નિયમનો (Traffic Rules) ભંગ કરનારા લોકો હવે સાવધાન રહેજો. નિયમ ભંગ કર્યો તો ટ્રાફિક પોલીસ દંડ કરશે તેની સાથે-સાથે RTO વિભાગ પણ દંડની વસૂલાત કરશે. તથ્ય પટેલના કેસ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને RTO વિભાગ એક્શનમાં આવી ગયો છે.
આ પણ વાંચો Ahmedabad : મિત્રએ જ કરી મિત્રની હત્યા, પિતાને મારેલી થપ્પડનો બદલો લેવા કરી નાખી હત્યા
ટ્રાફિક વિભાગે સ્પેશિયલ ડ્રાઈવ યોજી ઓવરસ્પીડ વાહન ચલાવનારા લોકોને દંડ્યા તો, RTO વિભાગ દ્વારા એક મહિનામાં અંદાજીત 3 હજાર કેસમાં 40 લાખથી વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ ટ્રાફિક વિભાગ હોય કે RTO હોય કોઈ પણ ફરી બીજો તથ્ય પટેલ ઇચ્છી નથી રહ્યું. તેથી જ નિયમ ભંગ કરનાર સામે તમામ વિભાગ કડક બન્યા છે. જેમાં ટ્રાફિક વિભાગે ડ્રાઈવ કરી ઓવરસ્પીડે વાહન ચલાવતા લોકોને દંડ ફટકાર્યો છે. તો RTO વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. એક મહિનામાં RTO દ્વારા અંદાજે 3 હજાર કેસમાં 40 લાખ ઉપર દંડ વસુલ્યો છે.
અમદાવાદ RTO વિભાગ દ્વારા નિયમોના ભંગ બદલ ક્યાં કેટલા કેસ થયા અને કેટલો દંડ વસૂલવામાં આવ્યો. તેના વિશે જોઈએ તો પીયૂસીને લગતા 788 કેસ નોંધાયા તેની સામે 3.96 લાખ દંડ વસૂલાયો, લાયસન્સને લગતા 680 કેસમાં 14.36 લાખ દંડ, ઈન્સ્યોરન્સને લગતા 494 કેસમાં 9.94 લાખ દંડની વસૂલાત કરાઈ છે, તો હેલ્મેટ ન પહેર્યું હોય તેના 156 કેસની સામે 78 હજાર રૂપિયાનો દંડ, ડેન્જર ડ્રાઈવિંગને લગતા 148 કેસમાં 2.58 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે ઓવર સ્પીડના 215 કેસ નોંધાયા છે.
તથ્ય પટેલ કેસ બાદ ટ્રાફિક અને RTO વિભાગ એક્શનમાં આવતા કેસમાં વધારો થયો છે. RTO અધિકારીના જણાવ્યા અનુસાર, એક અંદાજ પ્રમાણે ઓવર સ્પીડ અને લાયસન્સ લગતા કેસમાં 10 ટકા કેસ કે તેનાથી વધુનો વધારો થયો છે અને તેનું એક કારણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી. જેના કારણે નિયમ ભંગ કરનારો વધુ ઝડપાયા છે. જે લોકો ને RTO અધિકારીએ નિયમ પાલન કરવા અપીલ પણ કરી છે.
તો બીજી તરફ ટ્રાફિક વિભાગે ઓવર સ્પીડે વાહન હંકારતા લોકો સામે ડ્રાઈવ કરી અનેક લોકોને દંડ ફટકાર્યો હતો. તો નો પાર્કિંગ અને રોંગ સાઈડે વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી ચાલુ છે. એસ જી હાઇવે અને રિંગ રોડ પર હેલ્મેટ અને સીટ બેલ્ટ માટે ડ્રાઈવ શરૂ કરી છે. એટલે કે ટ્રાફિક નિયમ પાલન થાય માટે ટ્રાફિક વિભાગ સતત એક્સશનમાં છે. લોકો નિયમ પાલન કરતા થાય ત્યાં સુધી સતત ડ્રાઈવ શરૂ રાખવા ટ્રાફિક DCPએ ખાતરી આપી છે.