અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા પોલીસ કાંકરીયા રોડ પરના દબાણો હટાવશે

|

Jan 28, 2023 | 10:24 AM

અમદાવાદમાં (Ahmedabad) ટ્રાફિકની સમસ્યાને માજા મૂકી છે ત્યારે તેનું નિવારણ લઈ આવવું એટલું જ જરૂરી બન્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અનેક ડ્રાઇવ ચલાવવામાં આવે છે.

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા પોલીસ કાંકરીયા રોડ પરના દબાણો હટાવશે
મણિનગર વિસ્તારમાં હટાવાશે દબાણ

Follow us on

દિવસેને દિવસે વધતા વિકસતા અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી છે. આમતો સમયાંતરે અવનવા પ્રોજેક્ટ દ્વારા સરકાર અને ટ્રાફિક વિભાગ આ સમસ્યાને હલ કરવાના પ્રયત્નો કરી રહી છે. ત્યારે પ્લાસ્ટિક અને પેપરકપ ઉપર પ્રતિબંધ મુકવાના નિર્ણય બાદ હવે અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા દબાણ દૂર કરાશે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં જાહેર રોડ પરથી શાકમાર્કેટ હટાવાશે. રોડ ઉપરના તમામ શાકમાર્કેટ દૂર કરી શાક વેચનારા લોકો માટે વૈક્લ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.

મણિનગરમાં હટાવાશે દબાણો

કાંકરીયા રોડ ઉપર આવેલા મીરા સિનેમા પાસેના દબાણ દૂર કરવા એસ્ટેટ વિભાગના અધિકારીઓને સૂચના આપી છે. બાદમાં સમગ્ર શહેરના તમામ રસ્તાઓ ઉપર શાકમાર્કેટ અને લારીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. સાંજના સમયે ફેરીયાઓ શાકભાજીની લારીઓ જાહેર રસ્તા ઉપર ઉભી રાખતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. જેથી અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સભ્યોએ ટ્રાફિકની સમસ્યાની રજૂઆત કરી હતી.

જાહેર રોડ પરથી શાકમાર્કેટ હટાવાશે

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને માજા મૂકી છે ત્યારે તેનું નિવારણ લઈ આવવું એટલું જ જરૂરી બન્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અનેક ડ્રાઇવ ચલાવવામાં આવે છે. અમદાવાદ શહેરના મુખ્ય માર્ગો પર આવેલા દબાણોના કારણે પણ અમુક વખત ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. ત્યારે આ સમસ્યાનું નિવારણ લાવવા અમદાવાદ ટ્રાફિક પોલીસે દબાણો હટાવવાનો નિર્ણય લીધો છે. મણિનગરના કાંકરિયા વિસ્તારમાં જાહેર રોડ પરથી શાકમાર્કેટ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી રસ્તાઓ પહોળા થઇ શકે અને લોકોને ટ્રાફિક જામની સમસ્યા ન રહે. જે પછી શાક વેચનારા લોકો માટે વૈક્લ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એસ્ટેટ વિભાગના કર્મચારીઓને અપાઇ સૂચના

મહત્વનું છે કે, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અવારનવાર અનેક પ્રોજેક્ટ હાથ ધરાતા હોય છે. અલગ અલગ વિસ્તારમાંથી દબાણો હટાવાતા હોય છે. જો કે થોડા દિવસ પછી તે સમસ્યા ત્યાંની ત્યાં જ રહે છે. ત્યારે હવે ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવા ટ્રાફિક પોલીસે એસ્ટેટ વિભાગના કર્મચારીઓને કડક સૂચના આપી છે.

Next Article