હાલ દિવાળી વેકેશન નો સમય ચાલી રહ્યો છે. જેના કારણે અમદાવાદીઓ બહારના રાજ્ય અને દેશોમાં ફરવા જઈ ચૂક્યા છે જેઓ મેચ સમય દરમિયાન પરત પણ ફરશે. જેના કારણે ફલાઇટોમાં અગાઉથી બુકિંગ હોવાથી હવાઈ મુસાફરી ફૂલ જેવી ચાલી રહી છે. અને તેમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ આવતા ક્રિકેટ પ્રેમીઓની સંખ્યા પણ હવાઈ મુસાફરીમાં વધી છે. આ પરિસ્થિતિ વચ્ચે હવાઈ મુસાફરી અગાઉથી જ ફુલ રહેતા છેલ્લી ઘડીએ ટિકિટ લેવા જનારા લોકોને બમણાથી લઈને ચાર ગણા જેટલો ભાવ ચૂકવવાનો વારો આવ્યો છે.
ટુર ઓપરેટર મનીષ શર્માની વાત માનીએ તો, સૌથી વધારે ડિમાન્ડ હાલ દિલ્હી, મુંબઈ, બેંગલોર, હૈદરાબાદ, ચેન્નઈની જોવા મળી રહી છે. કે જ્યાંથી લોકો અમદાવાદમાં સૌથી વધારે મેચ જોવા આવનારો વર્ગ હોય છે. આ સિવાય ઇન્ટરનેશનલ મુસાફરીમાં દુબઈ, કેનેડા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ થી પણ કેટલાક લોકો મેચ જોવા માટે અમદાવાદ આવતા હોય છે. જેના ભાવમાં પણ વધારો નોંધાયો છે. પરંતુ ખાસ કરીને સૌથી વધારે ભાવ હાલ ડોમેસ્ટિક એરલાઇન્સ માં જોવા મળ્યો છે. જેમાં ડોમેસ્ટિકમાં 5 ગણા ઉપર ભાવ છે જ્યારે ઇન્ટરનેશનમાં 3 ગણાં ઉપર ભાવ ચાલી રહ્યા છે.
ટુર ઓપરેટર મનીષ શર્માએ જણાવ્યું કે આ વર્ષે મેચ સાથે દિવાળી વેકેશન છે. જેને લઈને જે લોકો મેચ જોવા આવી રહ્યા છે. તેઓ મેચ સાથે ફરવા પણ આવી રહ્યા છે. અને લોકો તે પ્રમાણે પેકેજ પણ બુક કરાવી રહ્યા છે. કોઈ બે દિવસ. કોઈ ત્રણ દિવસ તો કોઈ ચાર કે વધુ દિવસમાં પેકેજ બુક કરાવી રહ્યા છે. તેમજ લોકો મેચ જોવા સાથે રાજ્ય ફરે માટે AMC દ્વારા હોટેલો સાથે મિટિંગ કરી પેમ્પ્લેટ પણ આપ્યા છે. જેમાં રાજ્યના પ્રવાસન સ્થળ દર્શાવ્યા છે. જેનાથી લોકોને અવગત કરાશે. જેથી વધુ લોકો મેચ જોવા સાથે ફરવા જાય અને ગુજરાત ના સ્થળો વિશે જાણકારી મેળવી શકે.
વર્લ્ડ કપ મેચની શરૂઆત થઈ ત્યાર થી અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરી અને ચાર્ટર્ડ પ્લેન ની અવર જવરમાં વધારો થયો. અને તેમાં પણ 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન મેચ સમયે ઉદ્યોગપતિ સહિત VIP મહેમાન આવતા અમદાવાદ એરપોર્ટ પર 100 જેટલી ફ્લાઇટની મુવમેન્ટ રહી હતી. જેમાં 50 જેટલા કેટલાક પ્લેક એરપોર્ટ પર પાર્ક કરાયા જ્યારે અન્ય પ્લેન નજીક ના શહેરના એરપોર્ટ પર પાર્ક કરવા મોકલી અપાયા.
19 નવેમ્બરે જ્યારે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ મેચ છે જેને જોતા એરપોર્ટ પર વધુ મુવમેન્ટ રહી શકે છે. જ્યાં એરપોર્ટ દ્વારા મુસાફરોને વહેલા એરપોર્ટ આવવા ગાઈડલાઈન બહાર પડાઇ. સાથે જ એરપોર્ટ પર 15 ચાર્ટર્ડ પાર્ક થઈ શકશે. બાકીના નજીકના શહેરમાં પ્લેન પાર્ક કરવા ગાઈડલાઈન બનાવાઈ છે. કેમ કે તે સમયે 100 કે વધુ ફ્લાઇટ ની અવર જવર રહી શકે છે. જેમાં ઉદ્યોગપતિ. કલાકાર સહિત VIP મહેમાનનો મેચ જોવા આવશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:17 pm, Fri, 17 November 23