ગુજરાતમાં 15 ડિસેમ્બર બાદ ટામેટાના ભાવ ઘટવાની શક્યતા

|

Nov 28, 2021 | 11:52 AM

જેમાં કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં પાકતા ટામેટાના પાકને નુકસાન થયું.. નવેમ્બરમાં કડી, ખેડા અને ધોળકાથી આવતા ટામેટા હજી બજારમાં આવ્યા નથી.

ગુજરાતમાં(Gujarat)15 ડિસેમ્બરથી ટામેટાના(Tomato)ભાવમાં(Price)ઘટાડો થશે. જેમાં રાજ્યમાં ખેડા, કડી, ધોળકામાંથી આવતા ટામેટાની આવક 15 ડિસેમ્બર પછી શરૂ થશે. જો કે હાલ હોલસેલમાં ટામેટાના ભાવ 45 થી 50 રૂપિયાનો છે..જ્યારે રિટેઇલમાં ટામેટા 120 રૂપિયે કિલો મળી રહ્યા છે..15 ડિસેમ્બર પછી ગુજરાતમાં પાકતા ટામેટાં બજારમાં આવતા જ ભાવ પૂર્વવત થઈ જશે.

જેમાં કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં પાકતા ટામેટાના પાકને નુકસાન થયું.. નવેમ્બરમાં કડી, ખેડા અને ધોળકાથી આવતા ટામેટા હજી બજારમાં આવ્યા નથી.હાલ મહારાષ્ટ્રથી જ ટામેટાં બજારમાં આવતા હોવાથી આપૂર્તિ થઈ શકતી નથી.. દક્ષિણમાં પણ વરસાદ હોવાથી ટામેટાં બજારમાં આવી રહ્યા નથી.

આ પણ વાંચો : સુરતના ટેક્સટાઇલ વેપારીઓએ જીએસટી દરમાં વધારો નહિ કરવા પીએમ મોદીને અપીલ કરી

આ પણ વાંચો :  SURAT : કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સુરતના એક દિવસના પ્રવાસે

 

Published On - 11:50 am, Sun, 28 November 21

Next Video