પેટ્રોલ અને ડીઝલ બાદ રાજ્યમાં CNGના ટેક્સમાં ઘટાડો કરવા રીક્ષા એસોસિએશને માંગ કરી

|

Nov 07, 2021 | 5:19 PM

CNGના ભાવની વાત કરીએ તો એક મહિનામાં CNGના ભાવમાં 8.69 રૂપિયાનો વધારો થયો છે. 1 ઓક્ટોબરે રાજ્યમાં CNGની કિંમત 56.30 રૂપિયા પ્રતિ કિલો હતી.

AHMEDABAD : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલની એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરી રાહત આપવામાં આવી છે.. ત્યારે હવે CNGના ભાવમાં પણ ઘટાડો કરવા માંગ કરવામાં આવી છે.સરકાર દ્વારા CNGના ટેક્સમાં ઘટાડો કરી CNGના ભાવમાં ઘટાડો કરવા ઓટો રીક્ષા એસોસિએશને માંગ કરી છે.અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા સરકારને CNG ગેસના ભાવમાં ઘટાડો રાહત આપવા માંગ કરી છે.

CNGના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે 10 નવેમ્બરના રોજ રીક્ષા આગેવાનોની બેઠક મળશે.હાલ રાજ્યમાં પ્રતિ કિલો 64.99 રૂપિયામાં CNG ગેસ મળી રહ્યો છે.છેલ્લા 10 મહિનામાં CNGના ભાવમાં 13 રૂપિયાનો કમરતોડ વધારો કરવામાં આવ્યો છે..જેમાં ઓક્ટોબર મહિનામાં જ સીએનજીના ભાવમાં 7 રૂપિયાનો વધારો થયો છે.

CNGના ભાવની વાત કરીએ તો એક મહિનામાં CNGના ભાવમાં 8.69 રૂપિયાનો વધારો થયો છે. 1 ઓક્ટોબરે રાજ્યમાં CNGની કિંમત 56.30 રૂપિયા પ્રતિ કિલો હતી. 2 ઓક્ટોબરે તેમાં રૂ. 2.56નો વધારો થયો હતો. ભાવ વધીને 58.86 થયો હતો. 6 ઓક્ટોબરે ફરી એક રૂપિયો વધારવામાં આવ્યો હતો. જેની કિંમત 59.86 રૂપિયા થઈ ગઈ. 11 ઑક્ટોબરે 1.63 રૂપિયાનો વધારો થયો હતો, જેની કિંમત 61.49 રૂપિયા થઈ ગઈ હતી. 18 ઓક્ટોબરે, તે રૂ.1.50 વધીને રૂ. 62.99 પર પહોંચી ગયો. હવે 2 નવેમ્બરે તેમાં ફરી 2 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે અદાણી ગેસની કિંમત 64.99 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : જાણો સુરેન્દ્રનગરમાં એન્કાઉન્ટર કરનાર PSI જાડેજા વિશે, જેમની ગેડિયા ગેંગમાં ધાક છે

આ પણ વાંચો : દીવમાં જલસા : દિવાળી વેકેશનમાં પ્રવાસન સ્થળ દીવમાં પ્રવાસીઓની ભારે ભીડ

Next Video