રાજ્યમાં ટેટ-ટાટ ઉમેદવાર, શિક્ષકો, આરોગ્યકર્મીઓના આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ ટેકનિકલ સ્ટાફના કર્મચારીઓએ પોતાની અલગ અલગ 11 મંગણીઓને લઈ મનપા સામે બાયો ચઢાવી છે. બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતી થી આંદોલનની શરૂઆત કરવામાં આવી અને જો માંગણીઓ પૂર્ણ નહીં થાય તો પેન ડાઉનની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.
પેન ડાઉન હડતાળની ચિમકી
Follow us on
ચૂંટણીઓ પૂર્વે આંદોલનો ઊભા થવા એ સામાન્ય બાબત બની છે. હાલ રાજ્યમાં ટેટ-ટાટ ઉમેદવાર, શિક્ષકો, આરોગ્યકર્મીઓના આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ ટેકનિકલ સ્ટાફના કર્મચારીઓએ પોતાની અલગ અલગ 11 મંગણીઓને લઈ મનપા સામે બાયો ચઢાવી છે. બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતી થી આંદોલનની શરૂઆત કરવામાં આવી અને જો માંગણીઓ પૂર્ણ નહીં થાય તો પેન ડાઉનની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.
અમદાવાદ મનપાના હેલ્થ ટેક્નિકલ સ્ટાફ એસોસિએશને ગાંધી જયંતીના દિવસથી આંદોલનના મંડાણ કર્યા છે. ગ્રેડ-પે અને ટ્રાન્સફર અલાઉન્સ સહિતની 11 માંગો સાથે જાહેર રજાન દિવસે અંદાજીત 400 જેટલા કર્મીઓ એકત્રિત થઈ દેખાવો કર્યા. અમદાવાદ મનપા કચેરીમાં આવેલ મંદિરમાં દર્શન કરી આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. જો ભવિષ્યમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 5 ઓક્ટોબરે પે ડાઉનની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.
હેલ્થ ટેક્નિકલ સ્ટાફની શું છે માંગણીઓ?
અમદાવાદ મનપામાં ફરજ બજાવતા સેનેટરી સ્ટાફની ભરતી અન્ય કોર્પોરેશનની જેમ જ કરવામાં આવે છે પરંતુ અન્ય કોર્પોરેશનમાં સેનેટરી સ્ટાફને અમદાવાદ મનપાના સ્ટાફ કરતા ઉચ્ચ પગાર ગ્રેડ આપવામાં આવે છે. જે મુજબ અમદાવાદ મનપા સેનેટરી સ્ટાફને પણ ઉચ્ચ ગ્રેડ પે અપડેટ કરી આપવો.
સેનેટર સ્ટાફને રાજ્ય સરકારના નિયમો મુજબ મળવા પાત્ર ટ્રાન્સપોર્ટ અને વહિકલ એલાઉન્સ આપવા માંગ.
સેનેટરી સ્ટાફના જોબ ચાર્ટમાં ઢોર પકડવાની કામગીરી ના આવતી હોવા છતાં તેમને સોંપવામાં આવે છે, ઢોર પકડવાની કામગીરી માંથી સેનેટરી સ્ટાફને દૂર કરવામાં આવે.
મનપા માં સેનેટરી સ્ટાફની ભરતી કરવી, જ્યાં સુધી ભરતી ના થાય ત્યાં સુધી અત્યારે ડબલ ચાર્જમાં રહેલ સ્ટાફને ડબલ પગાર આપવો.
દરેક વોર્ડમાં સેનેટરી ક્વાર્ટર અને સ્ટાફ માટે 10 લાખના વીમા ની માંગ.
પબ્લિક ડીલ સમયે થતા વિવાદોને કારણે સેનેટરી સ્ટાફ માટે સુરક્ષા માટેની ચોક્કસ નીતિ બનાવવી.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ના સેનેટરી સ્ટાફને 35 કેઝ્યુઅલ રજા મળવા પાત્ર છે જે નથી મળતી, રજા ના મળે તો વર્ષના અંતમાં રોકડમાં રૂપાંતર આપવા માંગ.
માંગણીઓ પૂર્ણ નહીં થાય તો પેન ડાઉન
મનપા કચેરી ખાતે દેખાવો કરી હેલ્થ ટેકનિકલ સ્ટાફે પોતાના આંદોલનની શરૂઆત કરી છે. 3-4 ઓક્ટોબરે તમામ કર્મચારીઓ સફેદ શર્ટ પહેરી હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે.ચોથી ઓક્ટોબરે તમામ કર્મચારીઓ દાણાપીઠ ઓફિસ ખાતે દેખાવો કરશે. જો માગણીઓ પૂર્ણ નહીં થાય તો 5 ઓક્ટોબરે હેલ્થ ટેકનિકલ સ્ટાફ પેન ડાઉન તેમજ છઠ્ઠી ઓક્ટોબરે માસ સીએલ અને ત્યારવાડ અનિશ્ચિતકાળની હડતાળની ચીમકી આપવામાં આવી છે.