રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, દિવસે ગરમી તો રાત્રે અને વહેલી સવારે વધ્યો ઠંડીનો ચમકારો

|

Nov 19, 2022 | 4:09 PM

Ahmedabad: રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં ઠંડીનું જોર વધ્યુ છે. દિવસે ભલે ગરમીની અનુભૂતિ થતી હોય પરંતુ રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર-પૂર્વના પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, દિવસે ગરમી તો રાત્રે અને વહેલી સવારે વધ્યો ઠંડીનો ચમકારો

Follow us on

છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં ઠંડીએ જોર પકડયું છે. દિવસ દરમિયાન લોકોને ગરમીનો અહેસાસ થયા બાદ રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેમજ ઠંડા અને સૂકા પવન ફૂંકાતા રાત્રે અને વહેલી સવારે ઠંડી લાગે છે. જો કે બપોર થતા જ આકરો તાપ લાગતા લોકોને દિવસ દરમિયાન બેવડી ઋતુનો અનુભવ કરવો પડી રહ્યો છે. જો કે હવે ધીમે ધીમે તાપમાન ઘટતું જશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે: હવામાન વિભાગ

હવામાન વિભાગનું જણાવવું છે કે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. જોકે 2 દિવસ બાદ એક ડિગ્રી જેટલુ તાપમાન ઘટી શકે છે. અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે તે 14 ડિગ્રી પહોંચી શકે છે. તો ઉત્તરી પવન ફૂંકાવવાને કારણે લોકોને ઠંડીનો વધુ અહેસાસ થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી
Solar AC: ઉનાળામાં સવારથી સાંજ સુધી ચાલશે સોલાર AC, નહીં આવે વીજળીનું બિલ વધારે
શા માટે વારંવાર નિષ્ફળ જાય છે IVF?

રાજ્યમાં અનેક શહેરોમાં ઠંડીનું જોર વધ્યુ

રાજ્યના શહેરોની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં 13.2 ડિગ્રી. અમદાવાદમાં 14.5 ડિગ્રી, અમરેલીમાં 14.4 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી, ભાવનગરમાં 16.6 ડિગ્રી, ભુજમાં 19 ડિગ્રી, દ્વારકામાં 22.3 ડિગ્રી, કંડલામાં 18.8 ડિગ્રી, નલિયામાં 16.4 ડિગ્રી, સુરતમાં 20.6 ડિગ્રી, વેરાવળમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

 

અમદાવાદ શહેરમાં ઠંડા પવન ફુંકાવાની શરૂઆત થઈ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં લઘુતમ તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટી ગયું છે. અમદાવાદ શહેરમાં એક સપ્તાહ પહેલા 17.6 ડિગ્રી તાપમાન હતું જે ઘટીને અમદાવાદનું લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું છે. જો કે આજે વહેલી સવારે અમદાવાદ શહેરમાં ઠંડા પવનો ફૂંકાયા છે અને લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે અને આગામી 4 થી 5 દિવસ તાપમાન પણ યથાવત રહેશે.

Next Article