મુખ્યમંત્રીએ આયકર વિભાગ દ્વારા આયોજિત ‘સાયક્લોથોન’ 2021ને અમદાવાદથી કરાવ્યું પ્રસ્થાન

|

Dec 17, 2021 | 4:52 PM

સામાજિક ઉત્તરદાયિત્વના ક્ષેત્રોમાં કાર્યરત રહી આયકર વિભાગ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન વિભાગ આપી રહ્યો છે, ખેડા સત્યાગ્રહની સ્મૃતિને આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે સાયક્લોથોનથી ફરી જીવંત કરવાનો પ્રયાસ અત્યંત સરાહનીય હોવાનું સીએમએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ આયકર વિભાગ દ્વારા આયોજિત સાયક્લોથોન 2021ને અમદાવાદથી કરાવ્યું પ્રસ્થાન
Chief Minister started the 'Cyclothon' 2021 organized by the Income Tax Department

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, આવકવેરા વિભાગે ખેડા સત્યાગ્રહની સ્મૃતિને આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે સાયક્લોથોનથી ફરી જીવંત કરવાનો સરાહનીય પ્રયોગ કર્યો છે. ભારત સરકારના આયકર વિભાગ, અમદાવાદ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત સાયકલ રેલીને અમદાવાદના આયકર ભવન, વેજલપુરથી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, 1918માં જે માર્ગ પર સત્યાગ્રહીઓ દ્વારા ખેડા સત્યાગ્રહ કરાયો હતો તે જ માર્ગ પર અમદાવાદથી ખેડા જિલ્લાના નડિયાદ સુધી આયકર વિભાગ દ્વારા સાયક્લોથોન-2021 ખેડા સત્યાગ્રહીઓની અડગ ભાવનાને એક ઉમદા શ્રદ્ધાંજલિ છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડા સત્યાગ્રહ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક ક્રાંતિકારી પગલું અને ખેડા જિલ્લાના ખેડૂતોએ દુષ્કાળની પૃષ્ઠભૂમિમાં દમનકારી કર વ્યવસ્થા સામે કરેલુ શાંતિપૂર્ણ આંદોલન હતું. મુખ્યમંત્રીએ કહ્યું કાયદા હેઠળ મહત્તમ આવકની વસૂલાત માટે અનુરૂપ વાતાવરણ પૂરું પાડવું એ જ આવકવેરા વિભાગનો ધ્યેય છે.

સાયક્લોથોન-2021 ખેડા સત્યાગ્રહીઓની અડગ ભાવનાને એક ઉમદા શ્રદ્ધાંજલિ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

તેમણે ઉમેર્યું કે, કર વસૂલાત સિવાયના પણ સામાજિક ઉત્તરદાયિત્વના ક્ષેત્રોમાં કાર્યરત રહી આયકર વિભાગ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન વિભાગ આપી રહ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષમાં આયકર વિભાગ પોતાના શ્રેષ્ઠ પ્રદાનથી આત્મનિર્ભર ભારતની વડાપ્રધાનશ્રીની નેમ પાર પાડશે એવો તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

સામાજિક ઉત્તરદાયિત્વના ક્ષેત્રોમાં કાર્યરત રહી આયકર વિભાગ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન વિભાગ આપી રહ્યો છે, ખેડા સત્યાગ્રહની સ્મૃતિને આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે સાયક્લોથોનથી ફરી જીવંત કરવાનો પ્રયાસ અત્યંત સરાહનીય હોવાનું સીએમએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, શ્યામજીકૃષ્ણ વર્મા, મેડમ કામા, સરદારસિંહ રાણા, વીર સાવરકર, મદનલાલ ધીંગરા, ભગતસિંહ જેવા રાષ્ટ્રવીરોની તપસ્યા, ત્યાગ અને બલિદાનને યાદ કર્યા હતા.તેમણે વધુમાં કહ્યું કે, ગાંધીજીના નેતૃત્વમાં સાબરમતી આશ્રમથી દાંડીની યાત્રા હોય કે ૧૯૧૮માં દુકાળના કપરા કાળમાં પણ ખેડૂતો પાસેથી કર વસુલવાની અંગ્રેજોની નીતિ સામેનો ખેડા સત્યાગ્રહ હોય ગુજરાતે આઝાદી આંદોલનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

આવકવેરા વિભાગ દ્વારા આયોજીત સાયક્લોથોન – 2021ના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રવિન્દ્ર કુમાર, પ્રધાન મુખ્ય આયકર આયુક્ત પ્રવિણ કુમાર તેમજ આયકર મહાનિર્દેશક એસ.એમ.રાણા. ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાત પોલીસ દળના 105 તાલીમાર્થી PIની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ, CMએ શ્રેષ્ઠ અધિકારીઓને સન્માનિત કર્યા

 

Next Article