અમદાવાદ જિલ્લામાં આવેલી ધોળકા નગરપાલિકા દ્વારા નીચેના કામોના જાણકાર તથા અનુભવ ધરાવતા સાધન સંપન્ન કોન્ટ્રાક્ટરો પાસેથી જીએસટી નંબર, પાન નંબર, ઇપીએફ સર્ટિફિકેટ સાથે ભાવપત્રકો મગાવવામાં આવ્યા છે. રસ ધરાવતી એજન્સીઓએ આ કામ માટેના ભાવ લેટરપેડ પર EMDની રકમ સાથે આપવાના રહેશે.
આ પણ વાંચો-Gujarati Video : નર્મદા જિલ્લાના દેવલિયા ગામમાં મહિલાઓને નદીના પટ્ટમાં ખાડા ખોદી મેળવવું પડે છે પાણી
ધોળકા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં ક્લાસ-15 AC Pressure ISI પાઇપ (સીમેન્ટ પાઇપ)નો 300 એમ.એમ. ડાયા*180 મીટર ઊંડાઇનો બોરવેલ બનાવવાના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ ટેન્ડર માટેના EMDની રકમ રુ. 5 હજાર છે. આ કામના ભાવપત્રકો સીલબંધ કવરમાં ધોળકા નગરપાલિકાના નામના ઇએમડીના ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ધોળકા નગરપાલિકાની રોકડાની રીસીપ્ટ સાથે આ ટેન્ડર પ્રસિદ્ધ થયાના સાત દિવસમાં કુરિયર દ્વારા પહોંચતા કરવાના રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…