Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation) બ્રીજ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા રેલવે સ્ટેશનથી ખોડિયાર રેલવે કિમી 508/8-9 ઉપર આવેલા લેવલ ક્રોસિંગ-3 બંધ કરી સદર રેલવે ક્રોસિંગથી અંદાજીત 392 મીટરનાં અંતરે ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 32,33 અન્વયે વંદે માતરમ શ્રીફળ ફ્લેટથી ગોતા એસજી હાઇવે તરફ જતા રસ્તા ઉપર ફોર લેન અંડરપાસ બનાવવાના કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે.
આ ટેન્ડરની અંદાજીત રકમ 16,97,92,242.27 રુપિયા છે. ટેન્ડર અપલોડ કરવાની તારીખ 5 સપ્ટેમ્બર 2023 છે.તો ટેકનીકલ બીડ ખોલવાની તારીખ 26 સપ્ટેમ્બર 2023 સાંજે 5 કલાકની છે.ટેન્ડર અને તેના વિશેની વિગતો વેબસાઇટ www.nprocure પર ઉપલબ્ધ છે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:40 pm, Tue, 5 September 23