Tender Today : શાળામાં પ્રાર્થના શેડ તેમજ દવાખાનામાં જાહેર શૌચાલય બનાવવા સહિતના કામની ઓફર, લાખો રુપિયાનુ ટેન્ડર જાહેર

અમદાવાદ (Ahmedabad) જિલ્લાના એક તાલુકામાં શાળામાં પ્રાર્થના શેડ તેમજ દવાખાનામાં જાહેર શૌચાલય બનાવવા સહિતના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : શાળામાં પ્રાર્થના શેડ તેમજ દવાખાનામાં જાહેર શૌચાલય બનાવવા સહિતના કામની ઓફર, લાખો રુપિયાનુ ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Mar 21, 2023 | 12:24 PM

અમદાવાદ જિલ્લાના એક તાલુકામાં શાળામાં પ્રાર્થના શેડ તેમજ દવાખાનામાં જાહેર શૌચાલય બનાવવા સહિતના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ધોળકા નગરપાલિકા દ્વારા સરકારની માન્ય શ્રેણીમાં રજીસ્ટ્રેશન ધરાવતી અને આવા કામોની અનુભવી એજન્સીઓ પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો-Tender Today : આણંદ જિલ્લામાં બોર શારકામની કામગીરી માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, ઇજારદારો પાસેથી ભાવો મગાવવામાં આવ્યા

ધોળકા ખાતે સરકારી કુમાર શાળા નં-4 તથા કન્યા શાળા નં-2માં પ્રાર્થના શેડ તથા જી.કે. દવાખાના ખાતે જાહેર શૌચાલય બનાવવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જેની અંદાજીત કિંમત 13,24,652 રુપિયા છે. તેની ઇએમડીની રકમ 13,250 રુપિયા છે. તો ટેન્ડર ફી 1062 રુપિયા છે.

ધોળકા ખાતે સ્વામીવિવેકાનંદ ગાર્ડનનું રીડેવલપમેન્ટના કામ (5 વર્ષ સુધી ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ સાથે) માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જેની અંદાજીત કિંમત 29,98,317 રુપિયા છે. EMDની રકમ 30 હજાર રુપિયા છે. તો ટેન્ડર ફી 1770 રુપિયા છે. વધુ માહિતી વેબસાઇટ www.nprocure.com છે.

Published On - 12:11 pm, Tue, 21 March 23