ગુજરાતના મહાનગરોની પોલીસ જાગી ઉઠી ! બોટાદ લઠ્ઠાકાંડ બાદ દારુની ભઠ્ઠીઓ પર પોલીસની રેડ , ખુલ્લેઆમ દારુનું વેચાણ સામે આવ્યુ

|

Jul 26, 2022 | 4:23 PM

બોટાદ લઠ્ઠાકાંડ (Botad Lathha kand) બાદ સરકાર પર દબાણ આવ્યુ એટલે પોલીસતંત્ર એક્ટિવ થયું. હવે આ પ્રકારની કોઈ ઘટના અન્ય જગ્યાએ ના બને તે માટે અલગ અલગ શહેરોમાં પોલીસ રેડ (Police Red) કરી રહી છે.

ગુજરાતના મહાનગરોની પોલીસ જાગી ઉઠી ! બોટાદ લઠ્ઠાકાંડ બાદ દારુની ભઠ્ઠીઓ પર પોલીસની રેડ , ખુલ્લેઆમ દારુનું વેચાણ સામે આવ્યુ
રાજ્યના મહાનગરોમાં દારુના અડ્ડા પર પોલીસની રેડ

Follow us on

બરવાળાના ઝેરી દારૂકાંડની (Botad Latthakand) ઘટનાએ ગુજરાત (Gujarat) સહિત દેશના લોકોને હચમચાવી દીધા છે. શરૂઆતમાં 7 લોકોના મોતની ખબર આવી, બાદમાં 10 અને હવે 29થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. નવાઈની વાત તો એ છે કે આ ઘટના ગાંધીના ગુજરાતની છે કે જ્યાં પહેલેથી જ દારૂબંધી છે. દારૂબંધીના નામે મજાક હોય તેવી ઘટનાને લીધે સરકાર પર સવાલ થવા ખુબ વ્યાજબી છે. સરકાર પર દબાણ આવ્યુ એટલે પોલીસતંત્ર એક્ટિવ થયું. હવે આ પ્રકારની કોઈ ઘટના અન્ય જગ્યાએ ના બને તે માટે અલગ અલગ શહેરોમાં પોલીસ રેડ (Police Red) કરી રહી છે.

રાજકોટમાં દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ

રાજકોટના કુબલિયાપરામાં દેશી દારૂની અનેક ભઠ્ઠીઓ ધમધમી રહી છે. જેના કારણે પોલીસ અને તંત્રની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કુબલિયાપરામાં ઠેર-ઠેર બેરોકટોકપણે દેશી દારૂ બની રહ્યો છે. TV9ની ટીમે કુબલિયાપરા પહોંચી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ કર્યો છે. TV9ના કેમેરામાં દારૂની ભઠ્ઠીઓ કેદ થઇ. TV9એ અહેવાલ પ્રસારિત કરતાં જ પોલીસની ટીમ કુબલિયાપરા પહોંચી અને દારૂની ભઠ્ઠીઓ મુદ્દે કાર્યવાહી શરૂ કરી. પરંતુ સવાલ એ છે કે અહીં કોની રહેમનજર હેઠળ દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. શું રાજકોટમાં પણ ઝેરી દારૂકાંડ થવાની રાહ જોવાઇ રહી છે ?

વડોદરામાં અનગઢમાંથી દેશી દારુ વેચનારા પકડાયા

ઝેરી દારૂકાંડ બાદ વડોદરા પોલીસ જાગી છે. ઝેરી દારૂકાંડ જેવી ઘટના વડોદરામાં ન બને તે માટે શહેરના વિવિધ ઝોનમાં પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે. ફતેગંજ, નંદેસરી, જવાહરનગર વિસ્તારમાં પોલીસે દરોડા પાડયા હતા. જયાં પોલીસે એકતાનગર, છાણી કેનાલ અને અનગઢમાંથી દેશી દારુ વેચનારા લોકોને પકડી પાડયા હતા અને તમામ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024

અમદાવાદમાં દોષિતો સામે કાર્યવાહી

અમદાવાદ શહેરમાં પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેંકિગ હાથ ધરવામાં આવ્યુ હતુ. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારના કંટોડિયા વાસમાં પીસીબીએ દરોડા પાડ્યા હતા. અલગ અલગ જગ્યા પર સ્થાનિક પોલીસ અને એજન્સીએ દરોડા પાડ્યા. પોલીસ કમિશ્નર દ્વારા પણ તમામ દારૂના અડ્ડા પર તાબડતોડ કાર્યવાહી કરી દોષિત લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

સુરતમાં પણ અનેક ભઠ્ઠીઓ બંધ કરાવાઇ

સુરતના પણ અનેક વિસ્તારોમાં પોલીસ તંત્રએ કાર્યવાહી કરી અને તુરંત ભઠ્ઠીઓ બંધ કરાવી હતી. અમદાવાદ વડોદરા સુરત રાજકોટ તમામ જગ્યાએ પોલીસ હવે જાગી છે. પરંતુ સવાલ એ છે કે દારૂના દૂષણને કાયમી નાથવાની જવાબદારી સરકારની છે. ગુજરાતમાં દારૂબંદી હોવા છતાં જો આમ ખુલ્લેઆમ દારૂ બનતો હોય તો તે રાજ્યની સરકાર માટે શરમજનક બાબત છે. ખોટા વાયદાઓ નહી પરંતુ નક્કર પગલા સમયની માગ છે નહી તો ઘટનાઓ બનશે ત્યારે માત્ર પબ્લિક સેન્ટિમેન્ટના લીધે થોડા પગલા લેવાશે પછી કદાચ ફરી વાર ઘટના ઘટે તેની રાહ જોવાશે. જરૂરી છે કે તાબડતોડ પગલા લઈને સ્થિતિ સુધરે નહી તો વિકાસ માત્ર કાગળ પર રહી જશે. અને તે જમીની હકીકતથી અલગ હશે

Published On - 4:23 pm, Tue, 26 July 22

Next Article