ગુજરાતમાં પેપરલિંક કાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી આરોપ લગાવ્યા, કર્યા આ નવા ખુલાસા

|

Jun 08, 2022 | 9:35 PM

ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja) કરેલા ખુલાસા દરમિયાન હાર્દિક પટેલ નામના શખ્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. યુવરાજસિંહનો આક્ષેપ છે કે હાર્દિક પટેલ એ જ શખ્સ છે જે ગૌણ સેવામાં કામ કરનારા એજન્સીનો માણસ છે.. જે આ કૌભાંડમાં સામેલ છે..

ગુજરાતમાં પેપરલિંક કાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી આરોપ લગાવ્યા, કર્યા આ નવા ખુલાસા
Student Leader Yuvrajsinh Jadeja

Follow us on

ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી વિવિધ પરીક્ષાઓના પેપર ફૂટવાની (Paper Leak) ઘટનાઓ સતત બની રહી છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja)ફરી એકવખત પેપર ફૂટવા મામલે મોટા ખુલાસા કરીને ખળભળાટ મચાવ્યો છે. યુવરાજ સિંહ જાડેજાએ ગૌણ સેવા મંડળ પર ગંભીર આરોપ લગાવ્યા છે.. યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવાના પ્રશ્નપત્રો પ્રેસમાંથી લીક થયા હોવાનો ખુલાસો કરીને જણાવ્યું છે કે પ્રાંતિજમાં જે રીતે પેપર ફૂટવાની ઘટના બની હતી તેવી જ ઘટના ભાવનગરના પાલિતાણામાં બની છે.

કૌભાંડીઓની તસવીરની સાથે મોટા ખુલાસા કર્યા

જેમાં 22 જેટલા ઉમેદવારોને બીશા ઉમળ ભવન ખાતે રાખવામાં આવ્યા હતા. 72 ઉમેદવારમાંથી 22 ઉમેદવારોને સબ ઓડિટરના પેપર અપાયા હતા, અને આ સમગ્ર કાંડનો મુખ્ય સુત્રધાર તુષાર મેર હોવાનું જણાવ્યું હતું.. જો કે યુવરાજ સિંહે આક્ષેપ કર્યા કે હજી પણ અમુક કૌભાંડી પોલીસ પકડથી દૂર છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જે સ્થળોએ પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હતી તે સ્થળો અને અને કૌભાંડીઓની તસવીરની સાથે મોટા ખુલાસા કર્યા સાથે જ માગ કરી કે જેટલા પણ કૌભાંડીઓ છે તેમને ઝડપી પાડવામાં આવે.. આ ઉપરાંત યુવરાજસિંહે આક્ષેપ કર્યા કે 2018માં જે હાઈકોર્ટ પટાવાળાની જે પરીક્ષા લેવામાં આવી હતી, તે હાઈકોર્ટના પટાવાળા તરફથી આચરવામાં આવી હતી.

પ્રદિપ નામનો શખ્સ ભાવનગરની કોર્ટમાં નોકરી કરી રહ્યો છે

આ રીતે ગેરરીતિ આચરીને ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો હાલ પણ હાઈકોર્ટમાં પટાવાળાની નોકરી કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા.. જેમાં દાના ખોડા ડાંગર હાઈકોર્ટમાં હજી પણ નોકરી કરતો હોવાનો ખુલાસો યુવરાજસિંહે કર્યો.. તો તુષાર મેરનો ભાઈ વિરાટ મેર હાલ હાલોલ કોર્ટમાં ફરજ બજાવી રહ્યો છે.. અને પ્રદિપ નામનો શખ્સ ભાવનગરની કોર્ટમાં નોકરી કરી રહ્યો છે..

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

યુવરાજસિંહે કરેલા ખુલાસા દરમિયાન હાર્દિક પટેલ નામના શખ્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. યુવરાજસિંહનો આક્ષેપ છે કે હાર્દિક પટેલ એ જ શખ્સ છે જે ગૌણ સેવામાં કામ કરનારા એજન્સીનો માણસ છે.. જે આ કૌભાંડમાં સામેલ છે.. હાર્દિક પટેલ કોરા પેપરમાં પોતાની પેનથી જવાબો ભરતો હતો અને ઉમેદવારોને પાસ કરવામાં તેનો સૌથી મોટો હાથ હોવાનો ખુલાસો યુવરાજસિંહે કર્યો છે.

જે છ પરીક્ષાના પેપર લીક થયા તેની માહિતી

પરીક્ષા 1 – હેડ કલાર્ક

– હેડ ક્લાર્ક ની પરીક્ષા નું પેપર લીક થયું તેની ફરિયાદ પ્રાતિંજ માં નોંધાઈ છે. એક પેપર પ્રાંતિજ ની સાથે પાલીતાણા માં પણ ફૂટ્યું હતું. 11 ડિસેમ્બરે આ પેપર પ્રાંતિજ અને પાલીતાણા માં ફૂટ્યું હતું. પાલીતાણામાં શ્રી બીસા હુમડ ભવનમાં એક સાથે 22 જેટલા ઉમેદવારોને પેપર અપાયું હતું અને હાલ તમામ ઉમેદવારો પાસ થઈ ચૂક્યા છે. આ પેપર આપનાર મુખ્ય આરોપી દાનાભાઈ ડાંગર કે જેવો સોલા હાઇકોર્ટ માં પ્યુંન છે અને હાલ જેલમાં છે.

પરીક્ષા 2 – સબ ઓડિટર

સબ ઓડિટર ની પરીક્ષા 10 ઓકટોબરમાં લેવાઈ હતી જેમાં 9 ઓકટોબરમાં ઉમેદવારોને પેપર આપવામાં આવ્યું હતું. બગોદરા પાસે આવેલી મેરુવિહાર લોલિયા ધર્મશાળામાં રાત્રે ઉમેદવારોને બોલાવી લેવામાં આવ્યા હતા અને ત્યાજ રાત્રિ રોકાણ કરાવતું હતું. ઉમેદવારોને રાતના પેપર આપવામાં આવ્યું હતું. 72 જેટલા ઉમેદવારોને આ પેપર અપાયું હતું. આ તમામ ઉમેદવારો પાસ થયા છે. મુખ્ય આરોપી તુષાર મેર છે જે સ્વિફ્ટ કારમાં પેપર લાવતો હતો.

પરીક્ષા 3 – ATDO આદિજાતિ મદદનીશ અધિકારી

આ પરીક્ષામાં સીધી જ omr ફીલઅપ કરવામાં આવતી હતી. ગૌણ સેવા પસંદગી મંડળ ની omr એજન્સી માં કામ કરતા હાર્દિક પટેલ નામનો વ્યક્તિ omr સાથે ચેડાં કરતો હતો. જે ઉમેદવારો સેટિંગ હોય તે ઉમેદવારો પરીક્ષામાં omr સીટ માં કોઈ પણ જવાબ લખતા નહિ અને હાર્દિક પટેલ કોરી omr સીટ માં સાચા જવાબો ભરો આપતો હતો. હાર્દિકે 12 ઉમેદવારોને પાસ કરાવ્યા હતા અને દરેક ઉમેદવાર પાસેથી 18 લાખ રૂપિયા લેતી હતો.

પરીક્ષા 4 – જામનગર મહાનગર પાલિકા

જામનગર મનપાની પરીક્ષામાં 11 ઉમેદવારોએ સેટિંગ કર્યું હતું. 19 સપ્ટેમ્બરે મનપાની પરીક્ષા લેવામાં આવી હતી. જસદણ નાં અમરાપુર નાં શિક્ષક વિશાલભાઈ ધોળકિયા દ્વારા સેટિંગ કરવામાં આવ્યું હતું. 5 થી 6 લાખમાં આ પરીક્ષાના પેપરનું સેટિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં જામનગર મનપામાં પણ સેટિંગ કરેલા 11 ઉમેદવારો નોકરી કરી રહ્યા છે.

પરીક્ષા 5 – ઓડિટર (એકાઉન્ટ, ઓડિટર, સબ ટ્રેઝરી)

ઓડિટર ની પરીક્ષા 07 જુલાઈના લેવામાં આવી હતી. જેમાં પણ ગેરરીતિ થઈ છે. જેમાં પણ તુષાર મેર નામનો વ્યક્તિ મુખ્ય આરોપી છે. તુષાર મેર દ્વારા 9 ઉમેદવારોને પેપર આપ્યા હતા. 18 લાખમાં ઉમેદવારો સાથે સેટિંગ કરવામાં આવ્યું હતું. Omr સાથે છબરડા અને પેપર ફોડવાની ઘટનાઓ થઈ હતી. અગાઉના જ આરોપીઓ દ્વારા આ પેપર ફોડવામાં આવ્યું હતું…

પરીક્ષા 6 – અધિક મદદનીશ ઇજનેર

આ પરીક્ષામાં સુરેન્દ્રનગર નાં સાયલા પાસેથી 15 જેટલા ઉમેદવારોને પેપર અપાયું હતું.
આ પરીક્ષામાં 12 થી 15 લાખ માં સેટિંગ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં પણ ઉમેદવારોને બોલાવી પેપર આપવમા આવ્યું હતું.

Next Article