
GSRTC ના એક સાગમટે 500 થી વધારે કર્મચારીઓ નિવૃત થયા છે. આમ ST નિગમમાં હવે 500 થી વધારે ડ્રાયવર કંડક્ટરોની ખોટ કેટલાક સમય માટે સર્જાશે. એસટી બસના સંચાલનને કર્મચારીઓની નિવૃતી મોટી અસર પહોંચી છે. સંચાલન કરવુ નિગમ માટે વધારે મુશ્કેલી જનક અને પડકાર ભર્યુ બનશે. આ દરમિયાન હવે એસટી નિગમ દ્વારા નવા ડ્રાયવર અને કંડક્ટરોની ભરતી કરવામાં આવનાર છે.
એસટી બસ એ રાજ્યની જીવા દોરી ગણાય છે. જે એસટી બસમાં બેસી લોકો શહેર અને જિલ્લામાં ખૂણે સુધી પહોંચી શકે છે. જે એસ.ટી બસ નિગમમાં તાજેતરમાં જ 500 થી વધુ કર્મચારીઓ રિટાયર્ડ થયા છે. જે રિટાયર્ડ થયેલા કર્મચારીની જગ્યા ખાલી પડતા હવે સંચાલન કઈ રીતે કરવું તે પ્રશ્ન સર્જાયો છે. કેમ કે એક બે કે 50 કર્મચારી રિટાયર્ડ થાય તો તેને પહોંચી શકાય. જોકે એક સાથે 500 થી વધુ કર્મચારી રિટાયર્ડ થાય ત્યારે આ પ્રશ્ન સર્જાય તે સ્વભાવિક બાબત છે.
TV9 સાથે નિગમના એમડીએ વાતચિત કરતા તેઓએ ખાલી જગ્યા સામે ઝડપી અને સીધી ભરતી કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. તેમજ અન્ય વિભાગમાં પણ ભરતી પ્રક્રિયા કરવા ખાતરી આપી. સાથે જ સંચાલન પર કોઈ અસર નહિ સર્જાય તેમ પણ જણાવ્યું. એસ ટી નિગમમાં હાલ કુલ 37 હજાર ઉપર કર્મચારી છે. જેમાં 17 હજાર ઉપર ડ્રાયવર અને કંડક્ટર છે. જેમાંથી 502 કર્મચારી રિટાયર્ડ થતા હવે 16800 રહ્યા છે. જે 502 કર્મચારી માંથી 480 કર્મચારી ડ્રાયવર અને કન્ડક્ટર છે.
જે ખાલી જગ્યા માટે થોડા દિવસમાં જાહેરાત બહાર પાડી 10 દિવસ બાદ ભરતી પ્રક્રિયા શરૂ થશે. અને આગામી 3 મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થશે. જેમાં 1100 કન્ડક્ટર અને 2000 ડ્રાયવરની સીધી ભરતી કરવામાં આવશે. તો તેની બાદમાં મિકેનિકની અંદાજે 100 જેટલા ની ભરતી અને બાદમાં ક્લાર્કની પણ ભરતી કરવામાં આવશે.
ખાલી પડેલી 502 જગ્યાને લઈને બસ સંચાલન પર અસર ન પડે માટે એસટી નિગમ વિકલી ઓફ અને રજા પર હોય તેવા કર્મચારીનો ઉપયોગ કરશે. તેમજ ઓવર ટાઈમ કરીને પણ કામ લઇ સંચાલન બંધ ન થાય તે ધ્યાન રાખશે તેવી ખાતરી એસ ટી નિગમે આપી.
એટલું જ નહીં પણ ઉપરના લેવલે પણ કેટલાક વિભાગ ચાર્જમાં ચાલી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 20 થી વધુ જેટલી જગ્યા ચાર્જ પર છે. જ્યાં પણ ભરતી કરવી જરૂરી છે. કેમ કે ખુદ નિગમના સચિવ ત્રણ વિભાગ સાંભળી રહ્યા છે. જે સમગ્ર મામલે મજદૂર સંઘ દ્વારા સરકારને ઝડપી પ્રક્રિયા કરવા માંગ કરી હતી, જેથી કર્મચારી પર કામનું ભારણ ન સર્જાય. સાથે જ અધિકારીઓની ભરતી થતા સંચાલન પણ સારી રીતે કરી શકાય.
Published On - 6:20 pm, Mon, 3 July 23