અમદાવાદીઓ ચેતી જજો ! ટ્રાફિકના નિયમો નહી પાળો તો 1 હજાર થી 3 હજાર સુધીનો ચાલ્લો કરવા રહેજો તૈયાર

|

Jun 07, 2022 | 9:34 AM

શહેરમાં રોંગ સાઈડે વાહન (Vehicle) ચલાવવાને પગલે અનેકવાર અકસ્માત થતા હોય છે.જેથી હવે એક અઠવાડિયા સુધી પોલીસ નિયમ વિરુદ્ધ વાહન ચલાવનારાઓ સામે કેસ કરીને દંડ વસૂલશે.

અમદાવાદીઓ ચેતી જજો !  ટ્રાફિકના નિયમો નહી પાળો તો 1 હજાર થી 3 હજાર સુધીનો ચાલ્લો કરવા રહેજો તૈયાર
File Photo

Follow us on

Ahemdabad : અમદાવાદમાં ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરાયું છે. જેમાં રોંગ સાઈડે વાહન ચલાવનારા તેમજ HSRP નંબર પ્લેટ ન લગાવનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.શહેરમાં રોંગ સાઈડે વાહન (Vehicle) ચલાવવાને પગલે અનેકવાર અકસ્માત થતા હોય છે.જેથી હવે એક અઠવાડિયા સુધી પોલીસ નિયમ વિરુદ્ધ વાહન ચલાવનારાઓ સામે કેસ કરીને દંડ વસૂલશે.તમને જણાવી દઈએ કે, 11 જૂન સુધી આ સ્પેશિયલ ડ્રાઈવ(Special Drive)  ચાલુ રહેશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોંગ સાઈડે વાહન ચલાવનારા સામે પોલીસની તવાઈ

HSRP વગર ફરતા વાહનચાલકો પાસેથી રૂપિયા 1000નો દંડ વસૂલ કરવામાં આવશે. ઉપરાંત રોંગ સાઈડમાં બાઈક ચલાવનાર પાસેથી રુપિયા 1500, કાર ચાલક પાસેથી રુપિયા 3 હજાર તેમજ ટ્રક કે બસ જેવાં મોટા વાહનો પાસેથી રૂપિયા 5 હજાર દંડ વસૂલ કરાશે. શહેરમાં બનતા ગંભીર અકસ્માતને ઘટાડવા તેમજ ગુનેગારોને તુરંત ઝડપી લેવા માટે આ કાર્યવાહી કરાઈ છે,ત્યારે અમદાવાદીઓએ હવે ચેતી જવાની જરૂર છે.

Next Article