અમદાવાદમાં મહિલાઓ માટે બનાવાશે ખાસ 21 પિન્ક ટોયલેટ, દિવ્યાંગ મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા

|

Jun 18, 2022 | 12:25 PM

પિન્ક શૌચાલયોમાં (Pink toilets) સેનિટરી નેપકિન્સ માટે વેન્ડિંગ મશીન અને વપરાયેલ નેપકિનને ડમ્પ કરવા માટે ઇન્સિનરેશન મશીન હશે.

અમદાવાદમાં મહિલાઓ માટે બનાવાશે ખાસ 21 પિન્ક ટોયલેટ, દિવ્યાંગ મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા
અમદાવાદમાં બનશે 21 પિન્ક શૌચાલય

Follow us on

અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકાએ શહેરની મહિલાઓને મોટી ભેટ આપી છે. આ ભેટ મહિલાઓના પસંદીદા પિન્ક રંગની રહેશે. જી હા, અમદાવાદ મહાનગરપાલિકાએ (Ahmedabad Corporation) શહેરમાં ફક્ત મહિલાઓ માટે પિન્ક શૌચાલય (Pink toilet) બનાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં એક ઝોનમાં ત્રણ ટોયલેટ દીઠ કુલ 21 ટોયલેટ બનાવવામાં આવશે. આ ખાસ પિન્ક ટોયલેટ 5 ટોયલેટ સીટની સુવિધાઓ વાળા બનાવવામાં આવશે.

10 કરોડના ખર્ચે બનાવાશે 21 પિન્ક ટોયલેટ

અમદાવાદ મહાનગરપાલિકા આ 21 ટોયલેટ પાછળ 10 કરોડનો ખર્ચ કરશે. પિંક ટોયલેટ બન્યા બાદ મેન્ટેનન્સ માટે ટેન્ડરિંગ કરવામાં આવશે. શહેરમાં 21 ટોયલેટ બનાવવા માટે અલગ અલગ સ્થળોની પસંદગી કરી લેવામાં આવી છે.

પિન્ક શૌચાલયની ખાસિયત

શૌચાલયોમાં સેનિટરી નેપકિન્સ માટે વેન્ડિંગ મશીન અને વપરાયેલ નેપકિનને ડમ્પ કરવા માટે ઇન્સિનરેશન મશીન હશે. શૌચાલયમાં અલગ ફીડિંગ રૂમ તેમજ ચેન્જિંગ રૂમ પણ હશે. દરેક સ્ટ્રક્ચરમાં પાંચ વેસ્ટર્ન કમોડ હશે. આ દરેક સ્ટ્રક્ચર રૂ. 25 લાખના ખર્ચે ઊભું કરવામાં આવશે. આ સુવિધા મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે અને વિકલાંગ મહિલાઓ માટે રેમ્પ પણ હશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ 21 સ્થળોએ બનશે પિન્ક શૌચાલય

વાસણા બસ સ્ટેન્ડ
લો ગાર્ડન સિવિક સેન્ટર
ઓએનજીસી સર્કલ, ચાંદખેડા
નરોડા ઓમ્ની સ્ક્વેર
રાધાકૃષ્ણ મંદિર પાસે, સૈજપુર
ઈન્દુલાલ યાજ્ઞિક હોલ, બાપુનગર
જમાલપુર ચોકડી
દાણાપીઠ, ખાડિયા
નમસ્તે સર્કલ, શાહીબાગ
શ્રેયસ કોમ્પ્લેક્સ પાસે, વેજલપુર
સરકેજમાં બે
ચાંદલોડીયા
બોડકદેવ- વસ્ત્રાપુર ગાર્ડન
ઘાટલોડિયા ગામ
નિકોલ ગામ
ઓઢવ ગામ
હાટકેશ્વર બ્રિજ પાસે
કાંકરિયા ગેટ નં.3
નારોલ સર્કલ, લાંભા
વટવા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એએમસીએ તેના બજેટમાં આવા શૌચાલયોની દરખાસ્ત મૂકી હતી અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી શકે છે. ભવિષ્યમાં આવા વધુ શૌચાલયો ઉમેરવામાં આવી શકે છે અને આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એવી મહિલાઓને કેટરિંગ કરવાનો છે જેમને ઘણીવાર અન્ય જાહેર શૌચાલયોમાં પહોંચવામાં મુશ્કેલી પડે છે.

Next Article