Southwest monsoon : ગુજરાતે સાર્વત્રિક વરસાદ માટે જોવી પડશે હજુ પણ રાહ

|

Jun 29, 2021 | 3:47 PM

MONSOON 2021 : આ વર્ષે ગુજરાત સહીત સમગ્ર દેશમાં. ચોમાસાની ઘમાકેદાર શરૂઆત થયા બાદ, છેલ્લા એક સપ્તાહથી વરસાદ ખેંચાયો છે.  હાલમાં દેશના પૂર્વોતર રાજ્ય અને દક્ષિણ પશ્ચિમ ભારતના દરિયાકાંઠો ધરાવતા રાજ્યોમાં વરસાદ વરસ્યો છે.

Gujarat monsoon : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવી શકે તેવી કોઈ જ વરસાદી સિસ્ટમ સક્રીય ના હોવાથી, આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નહીંવત છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજ 29મી જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.

વર્તમાન ચોમાસામાં શરૂઆતમાં સારો વરસાદ પડ્યા બાદ, છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાતા ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં આઠ ટકાના વરસાદની ઘટ રહેવા પામી છે. હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવી શકે તેવી કોઈ સિસ્ટમ ના હોવાથી, વરસાદની ઘટ હજુ પણ વધશે. પરંતુ આગામી જુલાઈ મહિનામાં ગુજરાતમાં વરસાદની ઘટ પૂરી થાય તે પ્રમાણમાં વરસાદ વરસવાની સંભાવના છે.

હવામાન વિભાગના અમદાવાદ સ્થિત ડાયરેકટર મનોરંમા મોહતીના જણાવ્યાનુસાર, આજે 29મી જૂનના રોજ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય છુટોછવાયો વરસાદ વરસવાની આગાહી છે. આવતીકાલ 30મી જૂન માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને, સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વર્ષે ગુજરાત સહીત સમગ્ર દેશમાં. ચોમાસાની ઘમાકેદાર શરૂઆત થયા બાદ, છેલ્લા એક સપ્તાહથી વરસાદ ખેંચાયો છે.  હાલમાં દેશના પૂર્વોતર રાજ્ય અને દક્ષિણ પશ્ચિમ ભારતના દરિયાકાંઠો ધરાવતા રાજ્યોમાં વરસાદ વરસ્યો છે. નૈઋત્યનુ ચોમાસુ હજુ પણ પૂરા ભારતમાં બેઠુ નથી. રાજસ્થાન અને પંજાબ રાજ્યના કેટલાક ભાગમાં હજુ પણ ચોમાસુ બેઠુ નથી.
હવામાન વિભાગનુ માનવુ છે કે, આગામી 4 જુલાઈની આસપાસ ચોમાસુ સક્રીય થાય તેવી સંભાવના છે. ખાસ કરીને દેશમાં સ્થગિત થયેલુ ચોમાસુ જૂલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં આગળ ઘપશે.

Next Video