અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે મુસાફરોની અવર જવરમાં વિક્રમી વધારો નોંધાયો છે. મુસાફરોના ધસારાને પહોંચી વળવા હાથ ધરેલી વિવિધ સગવડોને કારણે એરપોર્ટ પર ટ્રાફિક કોવિડ પહેલાના સ્તરને વટાવી ગયો છે. ડિસેમ્બર-2022માં મુસાફરોના અવર જવરની વાત કરીએ તો SVPI એરપોર્ટ પર દરરોજ સરેરાશ 33000 મુસાફરોની સંખ્યા વટાવી ગઈ છે. જે ડિસેમ્બર 2021ની સરખામણીમાં લગભગ 36% કરતાં વધુ છે. ડિસેમ્બર 2021ની સરખામણીમાં 2022માં એરપોર્ટ પરથી કુલ એરક્રાફ્ટની અવરજવર પણ સરેરાશ 16.5% વધીને ચાલુ મહિનામાં દરરોજ 247 થઈ ગઈ છે.
SVPI એરપોર્ટે મુસાફરોને સીમલેસ મુસાફરીના અનુભવની એડવાઈઝરી જાહેર કરી છે. પીક અવર્સ દરમિયાન સીમલેસ ટ્રાફિક મેનેજમેન્ટ માટે લેન્ડસાઈડ સુરક્ષાકર્મીઓ ડ્રોપ-ઓફ પોઈન્ટ પર ભીડ એકઠી ન થાય તે સુનિશ્ચિત કરે છે. એરપોર્ટ પર દિવસની પીક મૂવમેન્ટ અને પીક અવરને પારખી તમામ પેસેન્જર ટચ પોઈન્ટ્સ પર પુરતો સ્ટાફ તૈનાત કરવામાં આવે છે. તદુપરાંત વરિષ્ઠ નાગરિકો અને વિશેષ જરૂરિયાતો ધરાવતા મુસાફરો તેમજ હેન્ડ બેગેજ સાથેના મુસાફરોના ટર્મિનલમાં ઝડપી પ્રવેશ માટે ખાસ લેન તૈયાર કરવામાં આવી છે.
એરપોર્ટસ પરના ફોરકોર્ટ, ચેક-ઈન કાઉન્ટર અને સીક્યુરિટી ચેક જેવા વિવિધ ટચ-પોઈન્ટ્સ પર ગ્રાહક સેવા અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. વળી કોમન-યુઝ સેલ્ફ-સર્વિસ (CUSS) મશીનોના પર મુસાફરોને મદદ માટે ખાસ ટીમ ખડેપગે રહે છે. મુસાફરોની વધુ સુવિધાઓ મળી રહે તે માટે SVPI એરપોર્ટ પર લેન્ડસાઈડ અને ટર્મિનલ પર પણ કામગીરી ચાલી રહી છે. ઉપરાંત ટૂંક સમયમાં કમિશન માટે બે બેગેજ કેરોયુઝલ સાથે નવો આગમન હોલ પણ બનાવવામાં આવશે. તાજેતરમાં પેસેન્જર અનુભવને વધારવા ડોમેસ્ટિક ટર્મિનલના કાઉન્ટરોમાં 6 ચેક-ઈન કાઉન્ટર્સ ઉમેર્યા છે. પેસેન્જર્સના બહેતર અનુભવ માટે SVPI એરપોર્ટ પર રિટેલ અને F&B વિકલ્પોમાં સતત વધારો કર્યો છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટેમા આ વર્ષે નોન -શિડ્યુલ ફ્લાઈટ્સ અને VIPsની અવરજવરમાં વિક્રમ સર્જ્યો છે. SVPI એરપોર્ટે પર ગત મહિનામાં 1164 નોન-શિડ્યુલ મૂવમેન્ટ ઓપરેટ કરીને નવો રેકોર્ડ સર્જયો છે. જ્યારે એક જ દિવસમાં 32000 પેસેન્જર્સે મુસાફરી કર્યાનો આંક વટાવ્યો છે. SVPI એરપોર્ટમા વધારેલી અસંખ્ય માળખાકીય સુવિધાઓને કારણે ટ્રાફિકમાં વધારા સાથે લોકોમાં આ પસંદગીનું એરપોર્ટ બન્યુ છે.