
કોરોના વાઈરસની ભારતમાં સૌપ્રથમ વિક્સીત કરાયેલી વેક્સિનના ત્રીજા તબક્કાનું ક્લિનીકલ ટ્રાયલ અમદાવાદની સોલા સ્થિત GMERS હોસ્પીટલ ખાતે શરૂ થઈ ગયું છે. પહેલા પાંચ સ્વયંસેવકોને પહેલો ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં ભારતભરમાં અલગ અલગ 22 જગ્યાઓ પર 26 હજાર સ્વયંસેવકો સાથે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે દેશભરની COVID-19ની દવાની સૌથી મોટી ક્લિનીકલ ટ્રાયલ છે. આ ટ્રાયલ હજુ 10 મહિના સુધી ચાલશે. જો તમે ટ્રાયલનો ભાગ બનવા માંગતા હોવ તો તમારે પહેલા એ જાણી લેવું જરૂરી છે કે સ્વયંસેવક બનવા માટે શું કરવાની જરૂર છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સૌપ્રથમ તો તમે 18 થી 60 વર્ષની ઉંમરના સ્વસ્થ વ્યકિત હોવા જોઈએ. એક ઈન્વેસ્ટીગેટરે નામના જાહેર કરવાની શરતે જણાવ્યું કે “સ્વયંસેવક બનવા માંગતો હોવ તો COVID-19 પોઝીટીવ પણ ના હોવા જોઈએ. તે સાથે જ જે વ્યકિત સ્વયંસેવક COVID-19થી સંક્રમિત થયા બાદ રિકવર થયેલા પેશન્ટ હોય તો પણ માન્ય નહીં ગણાય. સ્વયંસેવક એચઆઈવી પોઝીટીવ કે હિપેટાઈટીસ સંક્રમિત પણ ના હોવો જોઈએ. જો કોઈ મહિલા સ્વયંસેવિકા બનવા માંગતી હોય તો તે ગર્ભવતી ના હોવી જોઈએ અને ટ્રાયલ દરમ્યાન ગર્ભધારણના કરવી જોઈએ. જેટલા લોકો સ્વયંસેવક છે તેમાંથી 20 ટકા સ્વયંસેવકો જ ડાયાબિટીસ અને બીપીના દર્દી છે અને તે પણ સેટ કરેલા ક્રાઈટએરિયા મુજબ નિયંત્રીત ડાયાબીટીસ અને બીપી ધરાવતા હોય તે છે.
કેવી રીતે બનવું સ્વયંસેવક?
જો બધા જ ક્રાઈટએરિયામાં સેટ થતાં હોય તો તે વ્યકિત અમદાવાદની સોલા સિવિલ હોસ્પીટલ ખાતે GMERS હોસ્પીટલના ઓપીડી વિભાગમાં જઈ શકે છે. ત્યાં જઈને રૂમ નં 1માં મળીને જે તે વ્યકિત ક્લિનીકલ ટ્રાયલના સ્વયંસેવક બનવા માટે જાણ કરી શકે છે. જો વ્યકિત સ્ક્રિનીંગ ટેસ્ટમાં પાસ થાય તો તેને અન્ય બીજી જરૂરી જાણકારી તે જ જગ્યાએથી આપવામાં આવશે. જો વ્યકિત ટ્રાયલ માટે સિલેક્ટ થઈ જશે તો એક જ કલાકમાં ટ્રાયલની પ્રોસેસ પુરી થઈ જશે અને ડોઝ આપ્યા બાદ 30 મિનિટ સુધી તેમણે બેસવું પડશે. દરેક સ્વયંસેવકને 10 એમએલનું ઈન્ટ્રામસ્ક્યુલર ઈન્જેક્શન પહેલા દિવસે આપવામાં આવશે અને બાદમાં બીજુ 28માં દિવસે અપાશે. જેના પર ટ્રાયલ થશે તેને 10 મહિના સુધી દર મહિને હોસ્પિટલમાં ચેકઅપ માટે આવવું પડશે. જેના માટે તેમને ટોકન એમાઉન્ટ પણ આપવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો