Gujarati Video: ગુજરાત કોંગ્રેસના નવા સુકાની તરીકે આજે પદ સંભાળશે શક્તિસિંહ ગોહિલ, જાણો શું રહેશે પડકાર

|

Jun 19, 2023 | 11:40 AM

ગુજરાત કોંગ્રેસમાં ખાલી પડેલા પ્રદેશ અધ્યક્ષના પદ માટે ગાંધી પરિવારના વિશ્વાસુ ગણાતા શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ લેતા પહેલા અમદાવાદના ગાંધીના આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી રવિવારે પદયાત્રા કરી હતી.

Ahmedabad : ગુજરાતના ઇતિહાસમાં સૌથી કપરાં સમયમાંથી પસાર થઇ રહેલી કોંગ્રેસને (Congress) મજબૂત કરવાની જવાબદારી શક્તિસિંહ ગોહિલને સોંપાઇ છે. ત્યારે આજે શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) કોંગ્રેસના પ્રમુખ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળશે અને કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળી જશે.

આ પણ વાંચો-Banaskantha: ધાનેરાના જડીયા ગામે તારાજી બાદ મૃત્યુ પામેલા 27 પશુના પોસ્ટમોર્ટમ કરાયા, જુઓ Video

શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના સિનિયર નેતા છે. તેમના રાજકીય અનુભવને જોતા પક્ષે એક મોટી જવાબદારી તેમને સોંપી છે. ત્યારે જવાબદારી સાથે શક્તિસિંહ ગોહિલના માથે 2024ની ચૂંટણીનો સૌથી મોટો પડકાર પણ છે. એક તરફ ભાજપ તમામ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે શક્તિસિંહ ગોહિલના માથે ભાજપના જીતના સિલસિલા પર બ્રેક મારીને કોંગ્રેસને જીતાડવાનો મોટો પડકાર છે. તો પક્ષના આંતરીક વિખવાદને દૂર કરવો, કોંગ્રેસનું નવસર્જન કરવું અને કાર્યકરોને સક્રિય કરીને પ્રજા વચ્ચે લઇ જવાનો પણ મોટો પડકાર છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ગુજરાત કોંગ્રેસમાં ખાલી પડેલા પ્રદેશ અધ્યક્ષના પદ માટે ગાંધીપરિવારના વિશ્વાસુ ગણાતા શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ લેતા પહેલા અમદાવાદના ગાંધીના આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી રવિવારે પદયાત્રા કરી હતી. આ પદયાત્રામાં તેમની સાથે વિશાળ સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. જેમા ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, જગદિશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

શક્તિસિંહ સામે શું છે પડકાર ?

ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ સામે લોકસભા 2024ની ચૂંટણી સૌથી મોટો પડકાર છે. વિધાનસભાની ચૂંટણીમાં કંગાળ પ્રદર્શન બાદ મૃત:પ્રાય અવસ્થામાં આવેલી કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકવાનો સૌથી મોટો પડકાર શક્તિસિંહ સમક્ષ રહેશે. હાલ લોકસભા ચૂંટણીને આડે માત્ર 10 મહિનાનો સમય બાકી છે ત્યારે શક્તિસિંહ સામે પડકાર પણ ઘણો મોટો છે. બુથ સ્તરે સંગઠન મજબુત કરવુ, જૂથબંધીમાંથી કોંગ્રેસને બહાર લાવવી, યુવાનોને અને મહિલાઓને કોંગ્રેસ સાથે જોડવા, કોંગ્રેસને તૂટતી બચાવવી, ઉપરાંત બે જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પણ તેમની સામે મોટી ચેલેન્જ છે. 10 મહિનાના સમયમાં મજબુત સંગઠન ઉભુ કરી સતત ત્રીજીવાર લોકસભામાં ભાજપને 26 બેઠકો જીતતી અટકાવવી એ શક્તિસિંહ ગોહિલ સામે મોટો પડકાર રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article