Gujarati Video : સાણંદમાં એસડી પેઇન્ટસ લિમિટેડ કંપનીમાં લાગેલી આગ કાબુમાં, આગ બુઝાવવા ફાયર રોબોની મદદ લેવાઈ હતી

|

Apr 23, 2023 | 10:17 AM

Ahmedabad News : બાવળામાં આવેલી ESDEE PAINTS LTD નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને 8 ફાયર ફાઇટર આગ બુઝાવાવની કામગીરી જોતરાયા હતા. કંપનીમાં સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની હતી. આગ ઓલવવા માટે ફાયર રોબોની પણ મદદ લેવાઇ હતી.

અમદાવાદના સાણંદના ચાચરાવાડી વાસણા ગામના પાટિયા પાસે કંપનીમાં લાગેલી આગ કાબુમાં આવી ગઇ છે. એસડી પેઇન્ટસ લિમિટેડ કંપનીમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં આવી ગઇ છે. ફાયર બ્રિગેડની 14 ગાડીઓએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ બુઝાવવા ફાયર રોબોની પણ મદદ લેવાઈ હતી.

આ પણ વાંચો- Rajkot : વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી રાજકોટની મુલાકાત, રોડ રસ્તા માટે ફાળવ્યા 30 હજાર કરોડ રૂપિયા

બાવળામાં આવેલી ESDEE PAINTS LTD નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને 8 ફાયર ફાઇટર આગ બુઝાવાવની કામગીરી જોતરાયા હતા. કંપનીમાં સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની હતી. આગ ઓલવવા માટે ફાયર રોબોની પણ મદદ લેવાઇ હતી. કંપનીમાં સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની હતી. ફાયર વિભાગ અને ચાંગોદર પોલીસ ઘટના સ્થળે હાજર હતા. સરકારી ફાયર ફાઇટર સાથે ખાનગી કંપનીની ફાયરની ગાડી પણ આગ બુઝાવવાની કામગીરીમાં જોડાઇ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video