અમદાવાદમાં જુદા જુદા સર્કલ પર “વેસ્ટમાંથી બેસ્ટ” થીમ પર બનાવવામાં આવેલ સ્કલ્પચર્સ ખુલ્લા મુકાયા

|

Jul 05, 2023 | 3:22 PM

G20 અને U20ને લઈને અમદાવાદમાં આવેલ જુદા જુદા સર્કલ પર "વેસ્ટમાંથી બેસ્ટ" થીમ આધારિત સ્કલ્પચર્સ બનાવવામાં આવ્યા છે. જેને આજે ખુલ્લા મુકાયા છે.

અમદાવાદમાં જુદા જુદા સર્કલ પર વેસ્ટમાંથી બેસ્ટ થીમ પર બનાવવામાં આવેલ સ્કલ્પચર્સ ખુલ્લા મુકાયા
NEW SCULPTURES

Follow us on

Ahmedabad: G20 અને U20ને લઈને અમદાવાદમાં (Ahmedabad) આવેલ જુદા જુદા સર્કલ પર “વેસ્ટમાંથી બેસ્ટ” થીમ આધારિત સ્કલ્પચર્સ બનાવવામાં આવ્યા છે. જેને આજે ખુલ્લા મુકાયા છે.

HERITAGE SCULPTURE

અમદાવાદ શહેરના કાંકરીયા તળાવ ગેટ નં. 1થી પુષ્પકુંજના રસ્તા ઉપર અમદાવાદની ઓળખ સમાન પતંગ અને ફીરકીના સ્કલ્પચર સાથે ઉત્તરાયણના તહેવારનો માહોલ દર્શાવેલ છે. જેમાં એક બાળક ચશ્મા પહેરીને પીપુડી વગાડે છે સદર સ્કલ્પચર મકરસંક્રાંતિના તહેવારને ચિહ્નિત કરે છે. જેનું વજન 5 ટન જેટલું તથા તેની સાઇઝ 13×19’x19′ છે. આ સ્કલ્પચર વોટર ટ્રીટમેન્ટની વેસ્ટ પાઇપમાંથી તથા ઇલેકટ્રીક કેબલ રોલના સ્ક્રેપમાંથી બનાવવામાં આવેલ છે.

KNOWLEDGE HUB

 

આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

અમદાવાદ શહેરના કોમર્સ છ રસ્તા ઉપર અમદાવાદ જ્ઞાન કેન્દ્ર (Knowledge Hub)ના શીર્ષક ઉપર સ્કલ્પચર બનાવવામાં આવેલ છે. આ સ્કલ્પચર શિક્ષા અને જ્ઞાનના અલગ અલગ પાસાઓને દર્શાવે છે. આ મોટા માથાવળું સ્કલ્પચર એવું આર્ટવર્ક દર્શાવે છે જે જ્ઞાન અને શિક્ષાનું પ્રોત્સાહન આપે છે . આ સ્કલ્પચર સ્ક્રેપમાંથી બનાવવામાં આવેલ છે. જે સમગ્ર વિશ્વમાં સ્ક્રેપમાંથી બનાવેલ સૌથી મોટા માથાનું સ્ક્લપચર છે. જેનું વજન 7 ટન જેટલું તથા તેની સાઇઝ 14×14’x15′ છે.

BULL

અમદાવાદ શહેરના પંચવટી ચાર રસ્તા પર આખલા(Bull)નું સ્કલ્પચર મુકવામાં આવેલ છે. આ AMCના સ્ટેપ મટીરીયલમાંથી બનાવવામાં આવેલ આ ક્લ્પચર શેરબજારનું પ્રતીક જે દર્શાવે છે કે ગુજરાતીઓ શેરબજારમાં મોખરે રહ્યા છે. તેમજ સી.જી.રોડ વાણિજ્ય કેન્દ્ર હોવાથી આ આખલાનું સ્કલ્પચર મુકવામાં આવેલ છે. જેનું વજન 3 ટન જેટલું તથા તેની સાઇઝ 20×8’×10’છે.

KID KITE FLYING

“ઉડે ઉડે છે મારો પતંગ ઉંચે ઉંચે પેલા વાદળની સંગ”

અમદાવાદ શહેરના ઉષ્માનપુરા ચાર રસ્તા ઉપર ઉત્તરાયણના તહેવારમાં પતંગને છૂટ આપતા બાળક (ટેણિયા)નું સ્કલ્પચર મુકવામાં આવ્યું છે. ઉત્તરાયણ આપણો સામાજિક તહેવાર ગણાય છે. મકરસંક્રાંતિ મહોત્સવ એ અમદાવાની ઓળખ છે. આ તહેવારમાં ગુજરાતમાં અલગ કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવે છે. તેમજ બાળકો ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. અહીં શિલ્પી દ્વારા પતંગની જેમ ઉડવાનો ઉત્સાહ દર્શાવે છે. જેનું વજન 5 ટન જેટલું તથા તેની સાઇઝ 21’×5.3’×19’છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article