રાજ્યભરમાં બોગસ પેઢીઓ દ્વારા રૂપિયા 4 હજાર કરોડનું GST કૌભાંડ, સુરતમાં 61, અમદાવાદમાં 13 બોગસ પેઢીઓ

|

Feb 16, 2023 | 12:11 PM

આ બોગસ બીલિંગ કૌભાંડના ખેલમાં લોન લેવા ઈચ્છતા સામાન્ય લોકોને જ મુખ્યત્વે હાથો બનાવવામાં આવતા હતા. શ્રમજીવી, રીક્ષા કે ગલ્લાવાળા જેવા લોન ઈચ્છતા લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજ મેળવી તેના આધારે જ બોગસ કંપનીઓ ઉભી કરી દેતા હતા.

રાજ્યભરમાં બોગસ પેઢીઓ દ્વારા રૂપિયા 4 હજાર કરોડનું GST કૌભાંડ, સુરતમાં 61, અમદાવાદમાં 13 બોગસ પેઢીઓ
GST Fraud
Image Credit source: simbolic image

Follow us on

ગુજરાતમાં GST વિભાગ અને પોલીસની તપાસમાં 4 હજાર કરોડથી વધારેના કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. સુરત, અમદાવાદ, ભાવનગર, આણંદ, રાજકોટમાંથી 100થી વધુ બોગસ પેઢીઓ મળી આવી છે. જેમાં સુરતમાંથી 61 અને અમદાવાદમાંથી 13થી વધુ બોગસ પેઢીઓ મળી છે. આ વખતે કૌભાંડીઓએ નવી જ મોડસ ઓપરેન્ડી અપનાવીને કરોડો રૂપિયાની કરચોરી આચરી છે. આધાર કાર્ડ સેન્ટર પરથી જરૂરિયાતમંદ લોકોના આધારમાં મોબાઈલ નંબર બદલીને તેમના નામે જ બોગસ પેઢીઓ ઉભી કરવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે માત્ર આઠ જ મહિનામાં 1500 લોકોના આધારકાર્ડના મોબાઈલ નંબર બદલી દેવામાં આવ્યા હતા. જેના આધારે 470 જેટલા જીએસટી રજીસ્ટ્રેશન મેળવવામાં આવ્યા હતા. આ સમગ્ર તપાસ દરમિયાન કરોડોની કરચોરી મળી છે. પરંતુ પોલીસે હજુ સુધી કોઈ શખ્સની ધરપકડ કરી નથી. જેનાથી જીએસટી વિભાગના અધિકારીઓ જ કૌભાંડીઓને છાવરતા હોવાની શક્યતા છે.

કૌભાંડ માટે સામાન્ય લોકોને હાથો બનાવાયા

આ બોગસ બીલિંગ કૌભાંડના ખેલમાં લોન લેવા ઈચ્છતા સામાન્ય લોકોને જ મુખ્યત્વે હાથો બનાવવામાં આવતા હતા. શ્રમજીવી, રીક્ષા કે ગલ્લાવાળા જેવા લોન ઈચ્છતા લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજ મેળવી તેના આધારે જ બોગસ કંપનીઓ ઉભી કરી દેતા હતા. આ બોગસ કંપનીઓ થકી બિલ બનાવી કરોડોની કરચોરી કરવામાં આવતી હતી. કૌભાંડીઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવવા એપીકે ફાઈલથી એન્ડ્રોઈડ એપનો ઉપયોગ કરતા. આટલુ જ નહીં મોટી સંખ્યામાં લોકોના દસ્તાવેજ મેળવવા માટે ફેસબુક પર ડમી નામથી લોન સુવિધા કેન્દ્ર શરૂ કર્યું હતું. આ કૌભાંડ આચરવા ડુપ્લીકેટ સીમકાર્ડ પણ કઢાવ્યા હોવાની આશંકા છે. તો પાન કાર્ડના આધારે KYC મેળવીને કેટલીક જાણીતી બેંકોમાં ખાતા પણ ખોલી દીધા હતા.

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

રાજયમાં  100થી વધુ સ્થળોએ દરોડા

રાજ્યમાં 100 કરતાં પણ વધારે  સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા સુરતની 75 પેઢીમાંથી 61 પેઢીઓ બોગસ નીકળતાં 2770 કરોડનું ટ્રાન્ઝેકશન કરી રૂપિયા 84 કરોડની વેરાશાખ મેળવાઈ હતી.  તો અમદાવાદમાં પણ 24 પેઢીમાંથી 13 બોગસ નિકળી હતી જેમાં 1350 કરોડનું ટર્નઓવર કરી રૂપિયા 53 કરોડની આઇટીસી મેળવવામાં આવી હતી.

 

Next Article