Ahmedabad: યુવાચેતનાના રાષ્ટ્રીય સંયોજક રોહિતકુમાર સિંઘ અમદાવાદની મુલાકાતે, ગુજરાત મોડલની પ્રશંસા કરી

|

Feb 22, 2023 | 7:36 PM

યુવાચેતના એનજીઓના રાષ્ટ્રીય સહસંયોજક રોહિતકુમાર સિંઘ અમદાવાદની મુલાકાતે આવ્યા હતાં. રોહિતકુમાર સિંઘે ગુજરાતના વિકાસ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસની ગાથા દુનિયાભરના લોકો વખાણે છે. દુનિયામાં ગુજરાત જેવી અન્ય કોઈ જગ્યા નથી. ગુજરાત મોડલ થકીજ નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બન્યા છે. દુનિયાભરના લોકો ગુજરાતમાં આવી અને ગુજરાતના વિકાસને જુએ છે

Ahmedabad: યુવાચેતનાના રાષ્ટ્રીય સંયોજક રોહિતકુમાર સિંઘ અમદાવાદની મુલાકાતે, ગુજરાત મોડલની પ્રશંસા કરી
Yuvachetna National Convener Rohitkumar Singh

Follow us on

યુવાચેતના એનજીઓના રાષ્ટ્રીય સહસંયોજક રોહિતકુમાર સિંઘ અમદાવાદની મુલાકાતે આવ્યા હતાં. રોહિતકુમાર સિંઘે ગુજરાતના વિકાસ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસની ગાથા દુનિયાભરના લોકો વખાણે છે. દુનિયામાં ગુજરાત જેવી અન્ય કોઈ જગ્યા નથી. ગુજરાત મોડલ થકીજ નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બન્યા છે. દુનિયાભરના લોકો ગુજરાતમાં આવી અને ગુજરાતના વિકાસને જુએ છે. ગુજરાત અને ગુજરાતના લોકો ખૂબ સારા છે તેની જેટલી પણ પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.

કોંગ્રેસ પર સાધ્યું નિશાન

રોહિતકુમાર સિંઘે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી પાસે કંઈ કામ નથી. કોંગ્રેસ વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવી છે. કોંગ્રેસના બહાદુર શાહ ઝફર રાહુલ ગાંધી પાસે વિરોધ કરવા માટે કોઈ મુદ્દો નથી એટલે જ રાહુલ ગાંધી દરેક વાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુદ્દો બનાવે છે.  તેમણે જણાવ્યું કે તેવો રાહુલ ગાંધી ને પૂછવા માંગે છે કે વડાપ્રધાનનો વિરોધ શા માટે કરવામાં આવે છે. મોદીએ પાકિસ્તાનની કમર તોડવા નોટબંધી લગાવી દીધી એટલા માટે કે પછી કાશ્મીરના વિકાસ માટે અને ત્યાંના લોકોના વિકાસ માટે કલમ 370 નાબૂદ કરી દીધી એટલા માટે વિરોધ કરાય છે.

તેમણે કહ્યું કે  તેમનો વિરોધ કેમ કરવામાં આવે છે  મોદીએ હિન્દી, ભારતીય સંસ્કૃતિ, ભારતીય સભ્યતા, સનાતન ધર્મ અને સમગ્ર ભારતના ગરીબ, મજુર વર્ગના વિકાસ માટે ખૂબ મોટું કામ કર્યું છે એટલે માટે, કે પછી મોદી ભારતીય રાજનીતિ માંથી પરિવારવાદ નાબૂદ કરવા માંગે છે એટલા માટે, કે પછી મોદીએ રાજકારણમાંથી, ભારતમાંથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરી દીધો એટલા માટે રાહુલ ગાંધી તેનો વિરોધ કરે છે. પણ હવે આ બધું ચાલશે નહીં.

મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!

ભારતમાં G20 જેવી ઇવેન્ટ યોજાઇ રહી છે

તેમણે વધુમાં જણાવ્યું કે, અમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી પણ અમે ભારત દેશના નાગરિક છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દુનિયામાં પહેલા નંબર બનવા જઈ રહ્યું છે સાથે જ ભારતમાં G20 જેવી ઇવેન્ટ યોજાઇ રહી છે. મોદીના કારણે દુનિયાભરમાં યોગ દિવસ મનાવાઇ રહ્યો છે. મોદીના કારણે આપણા દેશમાં જે અનાજને વર્ષો પહેલા લોકોએ છોડી દીધું હતું કોંગ્રેસ પાર્ટીએ દેશમાં 50 વર્ષ શાસન કર્યું ત્યારે અનાજના સંરક્ષણ અને સંવર્ધનના ક્ષેત્રમાં કોઈ પણ કામ થયું નથી અને પીએમ મોદીના સહયોગથી સમગ્ર દુનિયા અનાજનો દિવસ પણ મનાવવામા આવી રહ્યો છે.

તેમણે ઉમેર્યું કે, દુનિયાભરમાં તેનો પ્રચાર પણ થઈ રહ્યો છે. મોદીએ દેશભરના ખેડૂતો માટે ગરીબો માટે યુવાનો માટે પ્રગતિનો માર્ગ બતાવ્યો છે શું એટલા માટે જ રાહુલ ગાંધી મોદીનો વિરોધ કરે છે. રાહુલ ગાંધીની પરિવારવાદની રાજનીતિથી દેશનો મોહભંગ થઈ ચૂક્યો છે. 2024 માં તેમને ત્રીજી વખત પણ આક્રમક જવાબ મળશે.

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાના નિવેદન પર આક્રમક પ્રહાર

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા દ્વારા નરેન્દ્ર મોદી પર જે ટિપ્પણી કરવામાં આવી છે તે અંગે રોહિતસિંઘે જણાવ્યું કે હું ગુજરાતને અને નરેન્દ્ર મોદીના માતા-પિતાને વંદન કરું છું કે જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા વ્યક્તિને આ સમાજને આપ્યા છે. પીએમ મોદી વિશે પવન ખેરા કે તેમના બોસ રાહુલ ગાંધી શું વાત કરી શકે. આજે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે.

દેશના નહિ પણ હવેતો વિદેશમાં લોકો પણ કહી રહ્યા છે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ જેવા યુદ્ધો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યસ્થીથી રોકાઈ શકે છે. કોંગ્રેસ પાર્ટી હરહંમેશ વડાપ્રધાનના માતાજી અને પિતાજીનું અપમાન કરી રહી છે અને દેશની જનતા વડાપ્રધાનના માતા-પિતાના અપમાનનો બદલો કોંગ્રેસના સુપડા સાફ કરીને આપે છે.

આ પણ વાંચો : Gujarat ના ખેડામાં છેલ્લા સાત વર્ષમાં સારસની સંખ્યા બમણી થઈ, સંવર્ધન અભિયાન સફળ રહ્યું

Next Article