ગુજરાતમાં (Gujarat) છેલ્લા અઠવાડિયા દરમ્યાન ગરમીથી(Summer) રાહત બાદ આજે રાજ્યમાં ગરમીના પારામાં ફરી વધારો નોંધાયો છે. જેમાં રાજ્યમાં સરેરાશ અઢી ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની(IMD) આગાહી મુજબ આગામી બે દિવસમાં હજુ પણ તાપમાનમાં વધારો થવાની શકયતા છે. જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ રહેતું તાપમાન ફરી 43 ડિગ્રી પહોંચવાનું અનુમાન છે. જેના પગલે અમદાવાદમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં પણ ગરમીનો પારો વધ્યો છે.
આ ઉપરાંત હાલ કેરળમાં મોન્સૂન ઓનસેટ શરૂ છે. તેમજ ગુજરાતમાં વરસાદને લઈને હાલ કોઈ આગાહી નથી. વરસાદ અને ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.હાલ ગુજરાતમાં કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી.પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી હાલના સમયમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી મોટાપાયે જોવા નહી મળે.કેરળમાં ચોમાસાનું આગમન થયું છે પરંતુ કર્ણાટક સુધી પહોંચતા ચાર દિવસ થશે.બીજી તરફ ગરમીને લઈ હવામાન વિભાગે કહ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.
મહત્વનું છે કે, કેરળમાં નેઋત્યનું ચોમાસું 29 મેના રોજ શરુ થયું હતું અને દરવખતની જેમ કેરળમાં ચોમાસું બેસે તેના પછી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થતી હોય છે. ત્યારે 15 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે
Published On - 5:20 pm, Thu, 2 June 22