Ahmedabad: શહેર સ્વાઇન ફ્લૂના ભરડામાં, છેલ્લા 8 દિવસમાં જ 100 કેસ નોંધાયા

|

Aug 09, 2022 | 4:43 PM

અમદાવાદની (Ahmedabad) સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂના દર્દીના દર્દીઓમાં વધારો થયો છે. અઠવાડિયા પહેલા હજુ માંડ 12 કેસ જ હતા. પરંતુ કોરોનાની (Corona) સાથે સ્વાઈન ફ્લૂએ ધીમે ધીમે સ્પીડ પકડી છે.

અમદાવાદના (Ahmedabad) શહેરમાં કોરોના સાથે હવે સ્વાઇન ફ્લૂના કેસ પણ ધીમે ધીમે વધી રહ્યા છે. અન્ય રોગચાળા વચ્ચે હવે સ્વાઇન ફ્લૂએ પણ ચિંતા વધારી છે. અમદાવાદમાં (Ahmedabad) શહેરમાં સ્વાઇન ફ્લૂના (Swine flu) કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂના દર્દીના દર્દીઓમાં વધારો થયો છે. અઠવાડિયા પહેલા હજુ માંડ 12 કેસ જ હતા. પરંતુ કોરોનાની (Corona) સાથે સ્વાઈન ફ્લૂએ ધીમે ધીમે સ્પીડ પકડી છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના 135થી વધારે કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે.

સ્વાઈન ફ્લૂના 135થી વધારે કેસ

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના 135થી વધારે કેસ નોંધાયા છે. જેમાં 100 કેસ તો છેલ્લા 8 દિવસમાં જ સામે આવ્યા છે. જુલાઈ મહિનામાં 24 સ્વાઈન ફ્લૂના કેસ સામે આવ્યા હતા. હવે અમદાવાદમાં બાળકોમાં પણ સ્વાઈન ફ્લૂના કેસ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ વોર્ડમાં 5 દર્દીઓ સારવાર હેઠળ છે. તો કેટલાક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઈ રહ્યાં છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં કેટલાક બાળકો પણ છે. જેના લઇને લોકોની ચિંતામાં વધારો થયો છે.

અગાઉ એક દર્દીનું થયુ હતુ મોત

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું હતુ. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ હતા. 26 જુલાઈએ નારણપુરા અને 27 જુલાઈએ સરખેજ વિસ્તારમાંથી સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીઓને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 જુલાઈએ દાખલ થયેલા સરખેજના દર્દીની હાલત ગંભીર જણાતી હતી એટલે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જેમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે નારણપુરાનાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દી બાયપેપ પર સારવાર હેઠળ છે. એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો તો બીજી તરફ સ્વાઇન ફ્લૂથી એક દર્દીનાં મોતે તંત્રની ચિંતા વધારી દીધી છે.

Published On - 4:42 pm, Tue, 9 August 22

Next Video