રથયાત્રા: ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું

પીળા વાઘા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથનું સ્વરૂપ દેદીપ્યમાન લાગે છે. જેના દર્શન માટે શ્રદ્ધાળુઓ આખું વર્ષ રાહ જોતા હોય છે.

રથયાત્રા: ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું
Lord Jagannath Sonavesh
| Edited By: | Updated on: Jun 30, 2022 | 1:04 PM

અમદાવાદ (Ahmedabad)  આવતીકાલે અષાઢી બીજે રથયાત્રા નીકળે તે પહેલા ભગવાન જગન્નાથે (Bhagvan Jagannath)  સોનાવેશ ધારણ કર્યો છે. યજમાનોએ પ્રભુના સોનાવેશ (Sonavesh) ની પૂજા કરી હતી. પ્રભુના સોનાવેશના દર્શન માટે જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણકારવામાં આવ્યા છે. પીળા વાઘા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથનું સ્વરૂપ દેદીપ્યમાન લાગે છે. જેના દર્શન માટે શ્રદ્ધાળુઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. પ્રભુ ભક્તિમાં ઓળઘોળ થયેલા શ્રદ્ધાળુઓએ પ્રભુના સોનાવેશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

સોનાવેશના પ્રસંગે દરવર્ષે શ્રદ્ધાળુઓ ભગવાનને વિવિધ પ્રકારની ભેટ અર્પણ કરતા હોય છે. એક શ્રદ્ધાળુ છેલ્લા ચાર વર્ષથી ભગવાનને ચોકલેટથી બનાવેલો રથ અર્પણ કરે છે. તેમણે આ વર્ષે પણ પોતાની ભેટ અર્પણ કરવાની ભાવનાને જાળવી રાખી. તેમણે ભગવાનને ચોકટેલનો રથ અર્પણ કરીને પોતાનો ભગવાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ચોકલેટનો આ રથ બનાવવામાં તેમને બેથી ત્રણ દિવસ જેટલો સમય લાગ્યો હતો.

ગજરાજનું મેડિકલ ચેકઅપ કરાયું

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ગજરાજનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. જેમાં પશુપાલન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ હાથ ધરાયું હતું. ટીમ દ્વારા 13 ફિમેલ અને 1 મેલ ગજરાજની તપાસ કરાઈ છે. જે 14 જેટલા ગજરાજ રથયાત્રામાં જોડાશે. રથયાત્રા દરમિયાન ગજરાજ માનસિક સંતુલન ન ગુમાવે તે માટે વિશેષ રીતે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે.

સૌથી નાનો ગજરાજ 10 વર્ષ અને સૌથી મોટો 75 વર્ષનો

આ વર્ષે રથયાત્રામાં સૌથી નાનો ગજરાજ 10 વર્ષ અને સૌથી મોટા હાથીની ઉંમર 75 વર્ષ છે. રથયાત્રા દરમિયાન જો ગજરાજ કાબૂ ગુમાવે તો કેવી રીતે સ્થિતિ સંભાળવી તેની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.

રથયાત્રામાં ભકતોને ભીંજવશે વરસાદ

આ તરફ રથયાત્રા દરમિયાન પણ અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જુલાઈના રોજ સામાન્ય વરસાદ રહેશે, સાથે જ પવનની ગતિ પણ સામાન્ય જ રહેશે. એટલે કે રથયાત્રા દરમિયાન ભક્તોને ગરમી સહન નહીં કરવી પડે. રથયાત્રા દરમિયાન ભક્તો વરસાદથી ભીંજાઇને પાવન થશે. એવું માનવામાં આવે છે કે રથયાત્રા દરમિયાન વરસાદનાં છાંટણાં અવશ્ય થાય છે. આ માન્યતા આ વર્ષે પણ અકબંધ રહે તેવી શક્યતા છે.

 

Published On - 10:44 am, Thu, 30 June 22