
અમદાવાદમાં (Rathyatra 2022) રથયાત્રા નીકળે છે તે સમગ્ર રૂટ આવતીકાલે નો પાર્કિંગ ઝોન (No parking zone)જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઓફિસ કે અન્યત્ર જનારા લોકોનો સમય ન બગડે અને શહેરમા સૂચારૂ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જમાલપુર મંદિરથી રથયાત્રા નીકળીને પરત આવે ત્યાં સુધી સમગ્ર રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવાની સાથે સાથે અન્ય વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે જે આ પ્રમાણે છે.
રથયાત્રા પસાર થવાની છે તે સમગ્ર રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવાની સાથે સાથે વાહનચાલકો માટે વૈક્લિપક રૂટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે જે આ મુજબ છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા રથયાત્રાનાં રૂટ પર નો પાર્કિંગ ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જોકે અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આવતા જતા મુસાફરોને અગવડતા ન પડે તે માટે શહેર પોલીસે કોર્પોરેશન સાથે મળીને AMTS-BRTS બસો અને ઈ રીક્ષાની વ્યવસ્થા કરી છે.રથયાત્રા જ્યારે પ્રેમદરવાજા તેમજ કાલુપુરથી પસાર થતી હોય ત્યારે દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશનનો રસ્તો બંધ હોવાથી 8 AMTS બસોની વ્યવસ્થા કરાઈ છે.જે બસ દરિયાપુર દરવાજાથી ઈદગાહ ચાર રસ્તા થઈ અસારવા, ચામુંડા બ્રિજ રખિયાલ થઈ સારંગપુર ટર્મિનલ સુધી અવરજવર કરશે.
જો વિગતે વાત કરીએ તો પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાંથી રેલવે સ્ટેશન પહોંચવા માટે ખાસ 8 ઈ- રીક્ષા. પૂર્વ સરકારી લીથો પ્રેસ BRTS કેબીનથી કાલુપુર 4 ઈ- રીક્ષા જશે,કાલુપુર રેલવે સ્ટેશનથી આવતા મુસાફરો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.તોBRTS માં ઓઢવ રિંગરોડથી રેલવે સ્ટેશનનો રૂટ ચાલુ રહેશે તેમજનારોલથી ગીતામંદિર થઈ કાલુપુરનો રૂટ પણ ચાલુ રહેશે.
જ્યારે પશ્ચિમ અમદાવાદનાં વિસ્તારમાંથી કાલપુર રેલવે સ્ટેશન જવા માટેનાં રૂટમાં ઘુમાથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલી શકશે. જ્યારે RTO તરફથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલવાની રહેશે.આ ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
Published On - 6:58 am, Thu, 30 June 22