Rathyatra 2022 : અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા, જાણો સમગ્ર વિગતો

|

Jun 24, 2022 | 4:56 PM

અમદાવાદમાં રથયાત્રા(Rathyatra 2022) દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. આ વર્ષે સૌથી વધુ ટેકનોલોજીના ઉપયોગ કરવામાં આવ્યો છે.જેમાં ડ્રોન અને હેલિકોપ્ટરથી હવાઇ સર્વેલન્સ કરવામાં આવશે.

Rathyatra 2022 : અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા, જાણો સમગ્ર વિગતો
Ahmedabad Rathyatra Security
Image Credit source: File Image

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરમાં 1 જુલાઇના રોજ બે વર્ષ બાદ યોજાનારી રાજ્યની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા(Rathyatra 2022)લઇને પોલીસે કડડ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કર્યું છે. જેમાં પોલીસે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા (Security)ગોઠવી છે. જેમાં બંદોબસ્ત દરમિયાન કોઇ પણ અનિચ્છનિય ઘટનાને પહોંચી વળવા માટે પણ પોલીસ સજ્જ બની છે. જેમાં સ્થાનિક પોલીસથી માંડીને સેન્ટ્રલ સિક્યુરીટી ફોર્સે અત્યારથી જ શહેરના સંવેદનશીલ વિસ્તારનો મોરચો સંભાળી લીધો છે.પરતું આ વર્ષે હાઈટેક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ડ્રોન અને હેલિકોપ્ટરથી હવાઇ સર્વેલન્સ કરવામાં આવશે

જેમાં સમગ્ર રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. આ વર્ષે સૌથી વધુ ટેકનોલોજીના ઉપયોગ કરવામાં આવ્યો છે.જેમાં ડ્રોન અને હેલિકોપ્ટરથી હવાઇ સર્વેલન્સ કરવામાં આવશે. જ્યારે બીજી તરફ બોડીઓન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે સાથે જ સ્પેશિયલ ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવશે.

Ahmedabad Rathyatra 2022 Bandobast

રથયાત્રા તૈનાત પોલીસ બંદોબસ્ત

  1. IG/DIG – 9
  2. SP/DCP – 36
  3. નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
    ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
    આજનું રાશિફળ તારીખ : 28-04-2024
    પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
    એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
    તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
  4. ASP/ACP – 86
  5. PI – 230
  6. PSI – 650
  7. ASI/HC/PC/LR – 11800
  8. SRP – 19 કંપની (1330 પોલીસ જવાનો)
  9. CAPF/RAF કંપની – 22 (1540 પોલીસજવાનો)
  10. હોમગાર્ડ – 5725
  11. BDDS ટીમ – 9
  12. ડોગ સ્ક્વોડ – 13 ટિમો
  13. ATS ટીમ 1
  14. માઉન્ટેડ પોલીસ – 70
  15. નેત્ર ડ્રોન કેમેરા – 4
  16. ટ્રેસર ગન – 25
  17. મોબાઈલ કમાન્ડ કંટ્રોલ વ્હિકલ કાર – 4

 

પોલીસે અત્યારથી રાતે સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ શરૂ કરી દીધુ

શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજાનો સમાવેશે આજે પણ સંવેદનશીલ વિસ્તારમાં થાય છે. જેને લઇને આ વિસ્તારોમાં 100થી વધુ હાઈ રિઝયોલુશન  વાળા કેમેરા,બોડીઓન કેમેરા અને ડ્રોનથી બાજ નજર રાખવાંમાં આવશે..આ તમામ કેમેરાનું મોનિટરીંગ કમિશનર કચેરીમાં આવેલા કંટ્રોલરૂમ, જગન્નાથ મંદિર અને તંબુ ચોકી ખાતે કરાશે.પોલીસે અત્યારથી રાતે સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ શરૂ કરી દીધુ છે..જોકે છેલ્લા એક મહીનાથ ધાબા ચેકિંગ, વાહન ચેકિંગ પણ કરાઈ રહ્યું છે.

પોલીસે કોમ્યુનીટી પોલીસિંગથી લોકોનામાં એકતા જળવાય તેવા પ્રયાસ શરૂ કર્યા

તો બીજી તરફ અનુભવી આઇપીએસ થી માંડીને પીઆઇ પીએસઆઇને પણ રથયાત્રામાં બોલાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે.તો સાથે સાથે રોજેરોજ ક્રાઇમબ્રાંચ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રથયાત્રાને લઇને સુરક્ષા અને શાંતિ જળવાઇ રહે તેના પ્રયાસ હાથ ધરી રહી છે.ત્યારે હાલની પરિસ્થિતિ લઈ શાંતિપૂર્ણ વાતાવરણ માં રથયાત્રા નીકળવા શહેર પોલીસે કોમ્યુનીટી પોલીસિંગથી લોકોનામાં એકતા જળવાય તેવા પ્રયાસ છેલ્લા એક મહિનાથી કરવામાં આવી રહ્યા છે..જેમાં શાંતિ સમિતિની બેઠકથી લઈ રક્તદાન અને ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસે મ્યુ કોર્પોરેશન સાથે ઇ રિક્ષાનું આયોજન કર્યું છે

શહેર પોલીસ રથયાત્રામાં લોખંડી બંદોબસ્ત ગોઠવાની સાથે લોકોમાં એકતા જળવાય તેનો પ્રયાસ કર્યો છે..સાથે જ રથયાત્રામાં રહેલ 101 ટ્રક માંથી 30 જેટલા સારા ટ્રકને ઇનામ આપવાની જાહેરાત કરી છે જેમાં કુલ 3 લાખ સુધીના અલગ અલગ ઇનામ શહેર પોલીસ દ્વારા આપવામાં આવશે.ત્યારે રથયાત્રા દિવસે ઘણા રોડ બંધ હોવાથી ટ્રેન માં મુસાફરી કરનાર ટ્રાન્સપોર્ટેશન તકલીફ પડતી હોવાની ફરિયાદ મળતા આ વર્ષે પોલીસે મ્યુ કોર્પોરેશન સાથે ઇ રિક્ષાનું આયોજન કર્યું છે જે ઇ રીક્ષા રેલ્વે સ્ટેશન પર મુકવામાં આવશે..

Published On - 4:39 pm, Fri, 24 June 22

Next Article