Rath Yatra 2021: રથ યાત્રાને મંજૂરીની અવઢવ વચ્ચે પણ હૈરતઅંગેઝ કરતબો બતાવવા અખાડાના યુવાનો તૈયાર, જુઓ Photo

|

Jul 01, 2021 | 12:00 AM

Rath yatra: આ વર્ષે ભગવાન જગન્નાથજી શહેરની નગરચર્યાએ નીકળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પરંતુ, આ યાત્રા સવારે 7 વાગ્યાથી મંદિરથી નીકળી બપોરે 12 વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત આવી જશે.

1 / 5

આ વર્ષે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144th Rath Yatra) કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને શરતી મંજૂરી સાથે નીકળે તેવી સંભાવના છે. જોકે, રથયાત્રાના આયોજકો હજુ આ મુદ્દે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. તેમ છતાં અખડાના યુવાનો પૂરજોશમાં તૈયારીઓ કરતાં જોવા મળી રહ્યા છે.

2 / 5
રથયાત્રા પૂર્વે આ યુવાનો આવા ખતરનાક ખેલની તૈયારીઓ કરતાં હોય છે. અખાડાના આ યુવાનો પોતાનો જીવ જોખમમાં નાખીને હૈરતઅંગેઝ કરતબો બતાવતા હોય છે. જેમના કેટલાય તો ખતરનાક આગ સાથે પણ રમતા હોય છે. મો માંથી આગના ગોટા કાઢતા પણ અખાડાના આ યુવાનો અચકાતાં નથી.

3 / 5
જે રીતે મંદિરે રથયાત્રાની તૈયારીઓ થઈ રહી છે તે જોતા કહી શકાય કે આ વર્ષે કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે રથયાત્રા નીકળી શકે છે. સરકાર પણ કેટલીક શરતોને મંજૂરી આપશે તેમ ટ્ર્સ્ટીગણનું માનવું છે.

4 / 5
આ વર્ષે ભગવાન જગન્નાથજી શહેરની નગરચર્યાએ નીકળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પરંતુ, આ યાત્રા સવારે 7 વાગ્યાથી મંદિરથી નીકળી બપોરે 12 વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત આવી જશે. આ મામલે સરકાર દ્વારા હાલ તો કોઈ જાહેરાત કરાઈ નથી. જો કે બાળકો પણ પોતાનું સ્નાયુ બદ્ધ અંગ પ્રદર્શન કરવા તૈયાર છે.

5 / 5
ભગવાન જગન્નાથજીની રથયાત્રા (144th Rath Yatra)ની જ્યારે  નાના મોટા દરેક રાહ જોઈને બેઠા છે, ત્યારે બાળકો પણ અખાડાના યુવાનો સાથે ખભેથી ખભો મેળવીને તૈયારીઓ કરતા હોય છે. જો કે અંગત સૂત્રોની માહિતી મુજબ 144મી રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં 12 જુલાઈના રોજ પરંપરાગત રીતે નીકળશે.

Published On - 11:58 pm, Wed, 30 June 21

Next Photo Gallery