Ahmedabad ટ્રાફિક પોલીસનો નિયમોની જાગૃતિ માટે નવતર પ્રયાસ, લોકોને દંડ કરવાના બદલે રાખડી બાંધી

|

Aug 22, 2021 | 5:34 PM

જેમાં શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને દંડ ને બદલે રાખડી બાંધી પર્વની ઉજવણી કરી હતી.

અમદાવાદ(Ahmedabad)શહેરમાં ટ્રાફિક પોલીસે રક્ષાબંધન(Rakshabandhan)પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને દંડ ને બદલે રાખડી બાંધી પર્વની ઉજવણી કરી હતી. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા વાહનોના પગલે શહેરમાં ટ્રાફિક ભંગના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. તેમજ લોકોના ટ્રાફિકના નિયમોની ઓછી જાગૃતિના લીધે આ પ્રકારના કેસો વધી રહ્યા છે. તેમજ સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની રકમ પણ વધારી દેવામાં આવી છે.

જો કે તેમ છતાં ટ્રાફિકના નિયમોના ભંગ બાદ પોલીસ અને લોકો વચ્ચે અનેકવાર ઘર્ષણ પણ સર્જાય છે. તેથી ટ્રાફિક પોલીસ ઈચ્છે છે કે લોકો કાયદાનું પાલન કરે અને ટ્રાફિક નિયમનમાં પોલીસને સહકાર આપે. જો કે તેમ છતાં લોકો દ્વારા આડેધડ ટ્રાફિક નિયમોના ભંગ કરવામાં આવી રહ્યા છે. જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર લોકોને નિયમોની જાગૃતિ માટે નવા નવા પ્રયોગો હાથ ધરવામાં પડે છે.

આ ઉપરાંત અમદાવાદ પોલીસે દંડની રકમ વસૂલવા માટે POS મશીનનો ઉપયોગ શરૂ કર્યો છે. જેના પગલે સ્થળ પર ડિજિટલ દંડ વસૂલ કરવામાં આવે છે. જો કે તેમ છતાં લોકો હજુ આને સ્વીકારવા તૈયાર નથી અને દંડ પેટે રોકડની ચુકવણીનો જ આગ્રહ રાખી રહ્યાં છે.

આ પણ વાંચો : હરિયાણામાં કોરોનાથી કોઈ રાહત નથી, લોકડાઉન 6 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યું

આ પણ વાંચો : Raksha Bandhan 2021: બોલિવૂડના 8 ફેમસ ભાઈ બહેનની જોડી, તસ્વીરો જોયા વગર તમે રહીં નહીં શકો

Published On - 5:21 pm, Sun, 22 August 21

Next Video