Monsoon 2023: અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ, જૂનાગઢના વિસાવદરમાં 12 કલાકમાં 14 ઈંચ વરસાદ

|

Jul 01, 2023 | 7:30 AM

અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. જોધપુર વિસ્તારમાં સૌથી વધુ છેલ્લા 4 કલાકમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Monsoon 2023: અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ, જૂનાગઢના વિસાવદરમાં 12 કલાકમાં 14 ઈંચ વરસાદ
Junagadh Rain

Follow us on

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ગઈકાલ સાંજથી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો આજે સવારે પણ વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જેના કારણે જનજીવનને અસર પડી છે.

આ પણ વાંચો Ahmedabad: મણીનગર અને ગોમતીપુરમાં TV9 દ્વારા મ્યુનિસિપલ ક્વાર્ટર્સનુ રિયાલિટી ચેક, જર્જરીત હાલતમાં ‘જોખમી’ આવાસ

અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. જોધપુર વિસ્તારમાં સૌથી વધુ છેલ્લા 4 કલાકમાં 6.5 ઈંચ વરસાદ પડ્યો હતો. તો બોપલમાં 4.5 ઈંચ તેમજ બોડકદેવમાં 4 ઈંચથી વધુ તો સાયન્સ સિટી વિસ્તારમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરમાં ઠેર-ઠેર વાહનચાલકો અધવચ્ચે અટવાયા હતા. ભારે વરસાદના કારણે અમદાવાદના ચાર અન્ડરપાસ બંધ કરી દેવાયા હતા. બીજીતરફ સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં વાસણા બેરેજના 7 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું.

શિયાળામાં ફ્રીજને કેટલા ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ? અહીં જાણો
આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો
Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024

જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે જૂનાગઢના વિસાવદરમાં માત્ર 12 કલાકમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો જામનગરમાં પણ 10 ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છની વાત કરીએ તો અંજારમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્યના 50 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નાંધાયો છે. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, તો શહેરી વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે.

વરસાદના પગલે તંત્ર એલર્ટ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે. હવામાન વિભાગની આગાહીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તંત્રને એલર્ટ રહેવા જણાવ્યું છે. ગઈકાલે જ મુખ્યમંત્રી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા પહોચ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રીએ કલેકટર સાથે ફોન પર વાતચીત કરી હતી.

વિસાવદર સહિત સમગ્ર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના સ્થળાંતર સહિતની માહિતી મેળવી હતી. સાથે જ રસ્તાઓ પર પાણીનો ભરાવો થવાને કારણે વાહનવ્યવહાર કે જનજીવનને અસર ન પડે તે માટે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચન કર્યું હતું. ભારે વરસાદની શક્યતાને પગલે જૂનાગઢ અને જામનગરમાં SDRFની 1-1 ટીમ મોકલવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:29 am, Sat, 1 July 23

Next Article