Ahmedabad: રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ભારે પવન ફુંકાશે તેમજ કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની પણ સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા Nowcast જાહેર કરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા આગામી ત્રણ કલાક શહેરમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે તેમજ વરસાદ પડવાની સંભાવના છે. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીને કારણે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગે (Meteorological department) પાંચ દિવસ વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. સાબરકાંઠા અને બનાસકાંઠા તરફ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. તેમજ આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં થોડો વિલંબ થઈ શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં એક ડિગ્રી પારો ઊંચકાઈ શકે છે. તો ગુજરાતમાં ચોમાસું નિયત સમય કરતાં થોડું પાછું ઠેલાઈ શકે છે. આમ તો 1 જૂને કેરળમાં વરસાદ થાય તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું સત્તાવાર એન્ટ્રી લે છે. જો કે, આ વખતે વરસાદી સિસ્ટમ પર વાવાઝોડું જોખમી સાબિત થાય તેવી સંભાવના છે. એટલે વરસાદી વાતાવરણ તો રહેશે, પરંતુ આ વાતાવરણ ચોમાસાનું નહીં હોય, તે વાવાઝોડાની અસર હશે.
વાવાઝોડું અરબ સાગરમાં આકાર લઈ રહ્યું છે, જે 6 જૂને સક્રિય થવાની સંભાવના છે, જો તે કેરળથી ગુજરાતના પશ્ચિમ ભાગના સમુદ્રી કાંઠા તરફ આવે, રાજ્યમાં 15 જૂનને બદલે 25 જૂન બાદ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે. વાવાઝોડુ ઓમાન તરફ ફંટાય તો પણ ચોમાસાની ગતિવિધી જૂનના છેલ્લા અઠવાડિયામાં જ શરૂ થશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું 1 જૂનના રોજ આગળ વધીને અરબી સમુદ્ર સુધી પહોંચી ચૂક્યું છે. માલદીવ અને કોમોરિન વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે. હવે ચોમાસા પર અરબી સમુદ્રમાં સર્જાવા જનારી સિસ્ટમનો પણ ખતરો પેદા થયો છે. આવતા અઠવાડિયામાં આ સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે.. અરબી સમુદ્રમાં 5 જૂનના રોજ સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે. જે બાદ આ સિસ્ટમ મજબૂત બનશે અને 7 જૂનના રોજ તે લૉ-પ્રેશર એરિયા બનશે
આ પણ વાંચો: Breaking News : ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ
જૂનના બીજા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં ત્રીજી કે ચોથી જૂનની આસપાસ લૉ પ્રેશર એરિયા બને તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલ અરબી સમુદ્રનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે જે વાવાઝોડું બનવા માટેનું અનુકૂળ છે. લૉ પ્રેશર એરિયા બન્યા બાદ જો સિસ્ટમ વધારે મજબૂત બનશે તો તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:54 pm, Fri, 2 June 23