Gujarati NewsGujaratAhmedabadRailway Update Trains departing and arriving from Ahmedabad railway station will be cancelled
Ahmedabad: અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ઉપડતી અને આવતી ટ્રેનો આ કારણથી થશે રદ! જાણો
Railway Update: પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક પેસેન્જર ટ્રેનો સંપૂર્ણ રીતે રદ થશે અને કેટલીક આંશિક રીતે રદ કરવામાં થશે.
Ahmedabad railway Update
Follow us on
અમદાવાદ રેલવે સ્ટેશને આવતી અને જતી કેટલીક પેસેન્જર ટ્રેનને રદ કરવામાં આવશે. હાલમાં રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગ કામકાજ હોવાને લઈ પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવનારી છે. જ્યારે કેટલીક ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવી શકે છે. આ માટે થઈને પશ્ચિમ રેલવેએ જાણકારી પેસેન્જરો માટે જારી કરી હતી.
પશ્ચિમ રેલવે દ્વારા કઈ કઈ ટ્રેનને રદ કરવામાં આવશે અને આંશિક રદ કરવામાં આવશે એ અંગેની વિગતો જારી કરી છે. જેની વિગતો નીચે મુજબ છે
ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ અમદાવાદને બદલે વટવાથી ઉપડશે. આ ટ્રેન અમદાવાદ અને વટવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ સોમનાથ એક્સપ્રેસ સાબરમતી (રાણીપ બાજુ) સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.આ ટ્રેન સાબરમતી અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતી (રાણીપ બાજુ)થી ઉપડશે. આ ટ્રેન અમદાવાદ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ આણંદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.