પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-ભુજ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ અને રાજકોટ-મહેબૂબનગર વચ્ચે ત્રણ જોડી ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તેમની માગને ધ્યાનમાં રાખીને સાબરમતી-ભુજ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ અને રાજકોટ-મહેબૂબનગર વચ્ચે ત્રણ જોડી ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનો ખાસ ભાડાથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ પ્રમાણે છે.
ટ્રેન નંબર 09455 સાબરમતી-ભુજ સ્પેશિયલ 7 એપ્રિલ 2023થી 30 જૂન 2023 સુધી સાબરમતી (જેલ તરફ)થી 17:40 વાગ્યે પ્રસ્થાન કરી એ જ દિવસે 23:55 વાગ્યે ભુજ પહોંચશે.
એ જ રીતે ટ્રેન નંબર 09456 ભુજ-સાબરમતી સ્પેશિયલ 7 એપ્રિલ 2023થી 30 જૂન 2023 સુધી દરરોજ ભુજથી 06:50 વાગ્યે પ્રસ્થાન કરી એજ દિવસે 13:30 વાગ્યે સાબરમતી (જેલ તરફ) પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, માળિયા મિયાણા, સામાખ્યાલી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 09456ને આદિપુર સ્ટેશન પર વધારાનું રોકાણ આપવામાં આવ્યું છે. આ ટ્રેનમાં સ્લીપર શ્રેણી અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ હશે.
ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ 06 એપ્રિલ 2023થી 29 જૂન 2023 સુધી દર ગુરુવારે ભાવનગર ટર્મિનસથી 14.50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 06.00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ -ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ 07 એપ્રિલ 2023થી 30 જૂન 2023 સુધી દરેક શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી 09.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને એ જ દિવસે 23.45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન રસ્તામાં બંને દિશાઓમાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર તેમ જ સેકન્ડ ક્લાસના સામાન્ય કોચ હશે.
ટ્રેન નંબર 09575 રાજકોટ-મહેબૂબનગર સ્પેશિયલ 10 એપ્રિલ 2023થી 26 જૂન 2023 સુધી દર સોમવારે રાજકોટથી 13.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 19.35 વાગ્યે મહેબૂબનગર પહોંચશે.
એ જ રીતે ટ્રેન નંબર 09576 મહેબૂબનગર-રાજકોટ સ્પેશિયલ 11 એપ્રિલ 2023થી 27 જૂન 2023 સુધી દર મંગળવારે મહેબૂબનગરથી 21.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 05.00 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવળ, અકોલા, વાશિમ, હિંગોલી, બસમત, પૂર્ણા, નાંદેડ, મુદખેડ, ધરમાબાદ, બસર, નિઝામાબાદ, કામારેડ્ડી, મેડચલ, કાચીગુડા, શાદનગર અને જડચર્લા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના સામાન્ય કોચ હશે.
ટ્રેન નંબર 09455,09456,09208,09207 અને 09575નું બુકિંગ 3 એપ્રિલ, 2023 થી પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગેની વિસ્તૃત જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઇને તપાસ કરી શકે છે.