Railway News : વિરમગામ સ્ટેશન ઉપર ઉભી રહેતી રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસના સમયમાં થયો છે ફેરફાર, જાણો સમગ્ર માહિતી

|

Feb 05, 2023 | 9:54 AM

Railway News: ટ્રેન નંબર 19568 ઓખા તૂતીકોરિન એક્સપ્રેસનો તારીખ 10.02.2023 થી વિરમગામ સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનનો સમય 08.16/08.18 કલાક ને બદલે 08.06/08.08 કલાકનો રહેશે.

Railway News : વિરમગામ સ્ટેશન ઉપર ઉભી રહેતી રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસના સમયમાં થયો છે ફેરફાર, જાણો સમગ્ર માહિતી
Indian Railway

Follow us on

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનોના વિરમગામ સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક પરિવર્તન કરવામાં આવ્યું છે. જેની વિગતો આ પ્રકારે છે. અહીં આપેેલી વિગતો ઉપરાંત ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

રાજકોટ સિંકદરાબાદ એક્સપ્રેસના સમયમાં ફેરફાર

• ટ્રેન નંબર 22717 રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસનો તારીખ 06.02.2023 થી, ટ્રેન નંબર 16613 રાજકોટ કોયંબતૂર એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 05.02.2023 થી, ટ્રેન નંબર 19202 પોરબંદર સિકંદરાબાદ એક્સપ્રેસનો તારીખ 07.02.2023 થી  બદલાશે.

તેમજ ટ્રેન નંબર 19568 ઓખા તૂતીકોરિન એક્સપ્રેસનો તારીખ 10.02.2023 થી વિરમગામ સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનનો સમય 08.16/08.18 કલાક ને બદલે 08.06/08.08 કલાકનો રહેશે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

• ટ્રેન નંબર 16333 વેરાવળ તિરૂવંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસનો તારીખ 09.02.2023 થી, ટ્રેન નંબર 16337 ઓખા એર્નાકુલમ એક્સપ્રેસનો તારીખ 06.02.2023 થી તેમજ ટ્રેન નંબર 16335 ગાંધીધામ નાગરકોઈલ એક્સપ્રેસનો તારીખ 10.02.2023 થી વિરમગામ સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનનો સમય 14.05/14.07 કલાક ને બદલે 13.55/13.57 કલાકનો રહેશે.

આ વર્ષે રજૂ થયું રેલવેનું સૌથી મોટું બજેટ

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શુક્રવારે પત્રકાર પરિષદમાં બજેટની જોગવાઈઓ અને રેલવેના આધુનિકીકરણ માટેની તૈયારીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ વખતે  રેલવે બજેટમાં 2.40 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે તેમણે કહ્યું કે, રેલવેની પેસેન્જર રિઝર્વેશન મેનેજમેન્ટમાં સુધારો કરવાની યોજના છે. ટિકિટ બુકિંગ પર મોટો શોધખોળ કરવામાં આવ્યું છે, જેના પછી ટિકિટ મેળવવી સરળ થઈ જશે. અમારો સૌથી વધારે ફોકસ રેલવેના પરિવર્તન પર છે.

ભારતીય રેલવેમાં  ટિકિટ બુકિંગ અને કંટ્રોલિંગ સિસ્ટમ 5G ટેક્નોલોજી પર આધારિત હશે. ઓનલાઈન ટિકિટના વિક્ષેપોને ધ્યાનમાં લઈને તેની ક્ષમતા દસ ગણી વધારવી પડશે. અત્યારે 25 હજાર ટિકિટ પ્રતિ મિનિટ બને છે, જે વધારીને 2.25 લાખ કરવી પડશે.

Next Article