Railway News : ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બુધવાર સિવાય દરરોજ દોડશે

|

May 31, 2023 | 7:36 AM

મંડળ રેલ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી બુધવાર સિવાય સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર નાં રોજ અઠવાડિયામાં 6 દિવસ દોડશે.

Railway News : ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બુધવાર સિવાય દરરોજ દોડશે
Vande Bharat Express Gandhinagar

Follow us on

Ahmedabad : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કે ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી રવિવારના બદલે બુધવારના રોજ દોડશે નહીં. આ માહિતી આપતા મંડળ રેલ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી બુધવાર સિવાય સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર નાં રોજ અઠવાડિયામાં 6 દિવસ દોડશે.

અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે

આ ઉપરાંત અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે. ઉત્તર પૂર્વ રેલવે ના ઔંડિયાર-ભટની સેક્શન પર પેચ ડબલિંગ કાર્ય અને ઔંડિયાર સ્ટેશન યાર્ડ રિમોડલિંગ હેતુ નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે.

ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન તારીખ 2,3,6,7,9,10,14,15, 16,17 અને 18 જૂન 2023 ના રોજ તેના નિર્ધારિત માર્ગ વારાણસી-ઔંડિયાર-મઉ જંકશનને બદલે પરિવર્તિત માર્ગ વાયા વારાણસી-શાહગંજ-મઉ થઈને ચાલશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

નબીપુર – વરેડિયા વિભાગ વચ્ચે અવરોધિત થવાને કારણે થોડી WR ટ્રેનો પ્રભાવિત થશે

જ્યારે નબીપુર – વરેડિયા વિભાગ વચ્ચે અવરોધિત થવાને કારણે થોડી WR ટ્રેનો પ્રભાવિત થશે. જેમાં બ્રિજ નંબર 520 ના મજબૂતીકરણ ની કામગીરી હાથ ધરવા માટે બુધવાર 31 મે ના રોજ નબીપુર – વરેડિયા સેક્શન વચ્ચે ડાઉન લાઇન પર એક બ્લોક હાથ ધરવામાં આવશે. આ કાર્યના અમલીકરણને કારણે પશ્ચિમ રેલવેની થોડી ટ્રેનો અસર પામે છે.

ટ્રેનો આંશિક રદ

ટ્રેન નંબર 09161 વલસાડ – વડોદરા પેસેન્જર સ્પેશિયલ, 31મી મે 2023ની ભરૂચ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
31મી મે 2023ની ટ્રેન નંબર 09162 વડોદરા – વલસાડ પેસેન્જર સ્પેશિયલ, વડોદરા અને ભરૂચ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
31મી મે 2023ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, ભરૂચ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
31મી મે 2023ની ટ્રેન નંબર 19034 અમદાવાદ – વલસાડ એક્સપ્રેસ, અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેનોનું નિયમન

ટ્રેન નંબર 12656 પુરાતચી થલાઈવર ડૉ. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ – અમદાવાદ નવજીવન એક્સપ્રેસ 00.45 મિનિટ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે. મુસાફરોએ તેની નોંધ લેવા વિનંતી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article