પશ્ચિમ રેલ્વે(Western Railway) દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ– (Ahmedabad) તિરુચિરાપલ્લી સાપ્તાહિક વિશેષ ટ્રેન ખાસ ભાડા પર જે 25મી મે સુધી વધારવામાં આવેલી 29મી જૂન સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ ચલાવવામાં આવશે.
ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ જેને 25મી મે, 2023 સુધી અધિસૂચિત કરવામાં આવેલ તેને હવે 01 જૂન, 2023થી 29મી જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ જે 28મી મે, 2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તે હવે 04 જૂન, 2023થી લંબાવીને 02 જુલાઈ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
આ માર્ગમાં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલાબુરગી, વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા, રેણિગુંટા, આરાકોણમ, પેરંબુર, ચેન્નઈ એગમોર, તાંમ્બરમ,ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ,કંડલૂર પોર્ટ, ચિદમ્બરમ, શીપકષિ, વૈદ્દીશ્વરન કોઈલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ,પાપનાશમ અને તંજાવુર સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે
ટ્રેન નંબર 09419 ના લંબાવેલ ફેરા માટેનું બુકિંગ 12મી મે, 2023થી પીઆરએસ કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર ખુલશે.
ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…