Railway News: અમદાવાદ રેલવે મંડળ ખાતે શપથ સાથે ‘સ્વચ્છતા પખવાડિયા’ નો પ્રારંભ

અમદાવાદ મંડળ દ્વારા સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ થયો છે. આ સમયગાળા દરમિયાન મંડળ દ્વારા રેલવે સ્ટેશનો, ટ્રેનો, કાર્યાલયો, કોલોનીઓ અને હોસ્પિટલો વગેરેમાં વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત વોટર બૂથ અને પીવાના પાણીની ગુણવત્તા, નાળાંની સફાઇ, ડસ્ટબિનની પૂરતી વ્યવસ્થા, કચરાનો નિકાલ, ‘સિગલ યુઝ પ્લાસ્ટિક’ના ઉપયોગને ઘટાડવો, વગેરે સુનિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

Railway News: અમદાવાદ રેલવે મંડળ ખાતે શપથ સાથે ‘સ્વચ્છતા પખવાડિયા’ નો પ્રારંભ
| Edited By: | Updated on: Sep 15, 2023 | 6:49 PM

પશ્ચિમ રેલવેના મંડળ રેલ પ્રબંધક કાર્યાલય અમદાવાદમાં 15 સપ્ટેમ્બરે મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માએ રેલ કર્મચારીઓ તેમ જ અધિકારીને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવ્યા. આ દરમિયાન સૌએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા. તે સાથે મંડળ ખાતે ‘સ્વચ્છતા પખવાડિયા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે 02 ઓક્ટોબર, 2023 સુધી રોજ જુદી જુદી કામગીરી દ્વારા ઊજવાશે.

સ્વચ્છતા પખવાડિયા સમયગાળા દરમિયાન મંડળ દ્વારા રેલવે સ્ટેશનો, ટ્રેનો, કાર્યાલયો, કોલોનીઓ અને હોસ્પિટલો વગેરેમાં વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત વોટર બૂથ અને પીવાના પાણીની ગુણવત્તા, નાળાંની સફાઇ, ડસ્ટબિનની પૂરતી વ્યવસ્થા, કચરાનો નિકાલ, ‘સિગલ યુઝ પ્લાસ્ટિક’ના ઉપયોગને ઘટાડવો, વગેરે સુનિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ અભિયાન દરમિયાન રેલવે સ્ટેશનો સુધી પહોંચતા ટ્રેકની સ્વચ્છતાનું અભિયાન પણ ચલાવવામાં આવશે. આ સ્વચ્છતા પખવાડિયાના દરેક દિવસે એક વિશેષ સંકલ્પ નિશ્ચિત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશ વ્યાપી વાહન ચોરી અને RTO પાસીંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ, 1.32 કરોડની લક્ઝ્યુરિયસ ગાડીઓ જપ્ત

‘સ્વચ્છતા પખવાડિયા’ અંતર્ગત 16 સપ્ટેમ્બરે ‘સ્વચ્છતા જાગૃતિ’,

  1. 17 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ સંવાદ’
  2. 18 અને 19 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ સ્ટેશન’,
  3. 20 અને 21 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ રેલગાડી’,
  4. 22 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ ટ્રેક’,
  5. 23 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ કાર્યાલય, સ્વચ્છ કોલોની તેમ જ સ્વચ્છ પરિસર’,
  6. 24 અને 25 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ આહાર’,
  7. 26 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ નીર’,
  8. 27 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ જળાશય અને પાર્ક’
  9. 28 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ પ્રસાધન અને પર્યાવરણ’
  10. 29 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ પ્રતિયોગિતા’
  11. 30 સપ્ટેમ્બરે ‘નો સિંગલ યુઝ પ્લાસ્ટિક’
  12. 1 ઓક્ટોબરે ‘સ્વચ્છતા પખવાડિયા’ દરમિયાન કરવામાં આવેલી કામગીરીઓની સમીક્ષા તેમ જ સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવશે.
  13. 2 ઓક્ટોબર 2023ના રોજ ગાંધી જયંતીના પ્રસંગે વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન સેવા દિવસ રૂપે મનાવવામાં આવશે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:49 pm, Fri, 15 September 23