Railway news: અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ટિકીટના ભાવમાં વધારો

|

Oct 15, 2022 | 1:50 PM

દિવાળીની સીઝનમાં ટ્રાફિક વધુ રહેતા હોવાથી ટ્રાફિક ઘટાડવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે સામાન્ય રીતે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 100 થી 150 ટકાનો વધારો થતો હોય છે. પરંતુ આ વર્ષે માગ અને બુકિંગને જોતા તંત્રએ દિવાળીની સીઝન માટે પ્લેટફોર્મ ટિકિટ 20 રૂપિયા કરી છે.

Railway news: અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ટિકીટના ભાવમાં વધારો
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટીકીટના દરમાં વધારો

Follow us on

એક તરફ તહેવારોની (Festival Season) સીઝન આવી રહી છે, અને એમાં પણ ચોતરફ મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે હવે અમદાવાદ ખાતે રેલ્વે સ્ટેશનની  (Ahmedabad Railway Station) પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના  (Platform ticket ) ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધી જે પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા, તેમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. એટલે કે, હવેથી અમદાવાદ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના 20 રૂપિયા ચૂકવવા પડશે. દિવાળીની સીઝનમાં ટ્રાફિક વધુ રહેતા હોવાથી ટ્રાફિક ઘટાડવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે સામાન્ય રીતે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 100 થી 150 ટકાનો વધારો થતો હોય છે. પરંતુ આ વર્ષે માગ અને બુકિંગને જોતા તંત્રએ દિવાળીની સીઝન માટે પ્લેટફોર્મ ટિકિટ 20 રૂપિયા કરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

દીવાળીના તહેવારની સિઝનમાં  (Festive season) યાત્રીઓની સુવિધા અને તહેવારોની સિઝનમાં મુસાફરોની વધેલી માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે (Western railway) દ્વારા અમદાવાદ-પટના અને ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેન  (Special train) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને ટ્રેનની હાલમાં 14 ટ્રીપ નક્કી કરવામાં આવી છે.  ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.આ વિશેષ ટ્રેનોની વિગતો  આ મુજબ છે.

અમદાવાદ અને જબલપુર વચ્ચે ચાલશે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

રેલવે પ્રશાસન દ્વારા દુર્ગાપૂજા, દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી જતી સંખ્યાનો વિચાર કરીને અમદાવાદ અને જબલપુર વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (ખાસ ભાડાં પર) કુલ 10 ટ્રિપ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આ પ્રમાણે છે

ટ્રેન નંબર 01703/01704 અમદાવાદ-જબલપુર-અમદાવાદ ફેસ્ટિવલ સ્પેશિયલ (કુલ 10 ટ્રિપ)

ટ્રેન નંબર 01703 અમદાવાદ-જબલપુર સ્પેશિયલ તારીખ 05 ઓક્ટોબરથી 02 નવેમ્બર 2022 સુધી દર બુધવારે અમદાવાદથી બપોરના 13:55 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે 09:35 વાગ્યે જબલપુર પહોંચશે.

 

Next Article