પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સ્પેશિયલ અને બાંદ્રા ટર્મિનસ-અજમેર સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-ઓખા સ્પેશિયલ અને બાંદ્રા ટર્મિનસ-અજમેર સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનોના ફેરા વિશેષ ભાડા પર સમાન સંરચના, સમય અને રૂટ પર વધારવામાં આવ્યા છે.
ટ્રેન નંબર 09435, 09436 અને 09039 માટે બુકિંગ 15 માર્ચ 2023થી પીઆરએસ કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09435 અમદાવાદ – ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ, જે અગાઉ 25મી માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 01 જુલાઈ, 2023 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ, જે અગાઉ 26મી માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 02 જુલાઈ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09039/09340 બાંદ્રા ટર્મિનસ-અજમેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ
ટ્રેન નંબર 09039 બાંદ્રા ટર્મિનસ – અજમેર સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ, જે અગાઉ 29મી માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 28 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.
એ જ રીતે, ટ્રેન નંબર 09040 અજમેર – બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ, જેને અગાઉ 30 માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 29 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.
અમદાવાદ -મહેસાણા ગેજ પરિવર્તન લાઇનનો પ્રારંભ, અતિ વ્યસ્ત અમદાવાદ-દિલ્હી રૂટ પર માલવાહક ક્ષમતામાં વૃદ્ધિ થશે
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ -મહેસાણા ગેજ પરિવર્તન લાઇનના સંપૂર્ણ ખંડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવા ગેજ પરિવર્તન ખંડ દ્વારા હાલની સિંગલ બ્રોડગેજ લાઇન માટે વધારાની લાઇનની સુવિધા ફાળવાઈ છે. પરિણામે અમદાવાદ અને મહેસાણા વચ્ચે મુસાફરીના સમયમાં ઘટાડો થશે અને અતિ વ્યસ્ત અમદાવાદ-દિલ્હી રૂટ પર માલવાહક ક્ષમતામાં વૃદ્ધિ થશે.
પશ્ચિમ રેલવેગુજરાતમાં રેલવેના માળખાકીય વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહેલા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં યાત્રીઓની સુવિધાઓમાં વધારો કરવા સાથે નવી લાઈનો, ગેજ પરિવર્તન, ઈલેક્ટ્રિફિકેશન, ડબલીંગ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ દિશામાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ ડિવિઝન પર જગુદણ-મહેસાણા વચ્ચે ગેજ પરિવર્તનનું કામ પૂર્ણ કર્યું છે અને ટ્રાફિક માટે એક નવી ડબલ લાઇન ખુલ્લી મુકવામાં આવી છે.
ગત વર્ષે પ્રધાનમંત્રીએ આ ખંડનો સાબરમતી-જગુદાન વિભાગ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. જગુદણ-મહેસાણા ખંડના ડબલિંગનું કામ પૂર્ણ થતાં સંપૂર્ણ અમદાવાદ-મહેસાણા ગેજ પરિવર્તન પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે અને હવે તેને શરુ કરી દેવામાં આવ્યો છે.