RAHUL GANDHI 19 ઓક્ટોબરે બહુચરાજી અને અમદાવાદની મુલાકાત લે તેવી શકયતા

|

Oct 18, 2021 | 8:07 PM

Rahul Gandhi Gujarat Visit : રાહુલ ગાંધીના આ ગુજરાત પ્રાવસ અંગે નેક અટકળો લગાવવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આવતી કાલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકત પણ લેશે.

AHMEDABAD : રાહુલ ગાંધી આવતીકાલે 19 ઓક્ટોબરે ગુજરાત આવે તેવી શક્યતા છે.બહુચરાજી નજીક ચાલી રહેલા કોંગ્રેસ સેવાદળના કાર્યક્રમમાં રાહુલ ગાંધી આવી શકે છે.સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા 150 ટ્રેનર્સનો ટ્રેનિંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેનો આવતીકાલે સમાપન સમારોહ છે અને આ સેવાદળના પ્રશિક્ષણ વર્ગના સમાપનમાં રાહુલ ગાંધી આવી શકે તેવી શક્યતા છે.

રાહુલ ગાંધીના આ ગુજરાત પ્રાવસ અંગે નેક અટકળો લગાવવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આવતી કાલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકત પણ લેશે. આ સંભવિત રાજકીય મુલાકને અંગે પણ અટકળો શરૂ થઇ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી પ્રભારી રઘુ શર્મા સાથે મહેસાણાનો પ્રવાસ કરશે, જેના માટે આજે રાત્રે જયપુરથી રઘુ શર્મા અમદાવાદ પહોંચશે.

યોગાનુયોગ રાહુલ ગાંધીની મુલાકાત પહેલા જ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટ કર્યું છે. આ ટ્વીટમાં લખ્યું છે કે હું માત્રને માત્ર પ્રજાના હિત અને ગુજરાતની જનતા માટે મારો સંઘર્ષ છે, મને કોઈ પદની લાલસા નથી. આ ટ્વિટ અને રાહુલ ગાંધીની મુલાકાત અંગે ગુજરાતના રાજકારણમાં ચર્ચા થઇ રહી છે.

જો કે મોડી સાંજે મળેલા સમાચાર અનુસાર રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત બંધ રહી છે.

આ પણ વાંચો : નેવલ કમાન્ડર્સ કોન્ફરન્સમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલો આપણો દેશ ખૂબ જ મહત્વપૂર્ણ

આ પણ વાંચો : Ahmedabad : AMC દ્વારા BRTS ઉડાન પ્રોજેકટ શરૂ, એરપોર્ટ પર ઓટો-ટેક્સી ચાલકોની મનમાની સામે મુસાફરોને રાહત

Published On - 7:45 pm, Mon, 18 October 21

Next Video