પ્રોજેક્ટ હસ્તકલા સેતુ યોજનાને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ હેઠળ ‘ગોલ્ડ’ મેડલ એનાયત

|

Jul 13, 2023 | 5:32 PM

ગુજરાત સરકારના CCRI દ્વારા શરૂ કરાયેલ અને સમર્થિત તથા આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ દ્વારા અમલમાં મૂકવામાં આવેલો પ્રોજેક્ટ હસ્તકલા સેતુ યોજનાને SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની શ્રેણી હેઠળ ગોલ્ડ મેડલ જીત્યો છે.

પ્રોજેક્ટ હસ્તકલા સેતુ યોજનાને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ હેઠળ ‘ગોલ્ડ’ મેડલ એનાયત

Follow us on

Ahmedabad: સ્કોચ એવોર્ડ એ ભારતનું સર્વોચ્ચ સ્વતંત્ર નાગરિક સન્માન છે. તમામ નોમિનેશન સખત મૂલ્યાંકન પ્રક્રિયામાંથી પસાર થાય છે અને આ પ્રક્રિયા ચાર મહિના સુધી ચાલે છે.

વર્ષ 2003માં સ્થપાયેલ સ્કોચ એવોર્ડ સમાજમાં યોગદાન આપવામાં તેમની અસાધારણ સિદ્ધિઓ માટે લોકો, પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓને નવાજે છે. હસ્તકલા યોજના માટે રાજ્ય સરકારની કેટેગરી હેઠળ અરજી કરવામાં આવી હતી. પસંદગીના ત્રણ રાઉન્ડ બાદ રાજ્ય સરકારના 42 પ્રોજેક્ટને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. અંતિમ પેનલ ડિસ્કશન અને પ્રશ્નાવલી સત્ર પછી વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા.

EDII હસ્તકલા સેતુ યોજના માટે અમલીકરણ એજન્સી તરીકે ગુજરાતના ગ્રામીણ અને કુટિર ઉદ્યોગોને મજબૂત કરવા આંત્રપ્રિન્યોરલ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. હસ્તકલા સેતુ યોજના કૌશલ્ય અને જ્ઞાનના આધારે હસ્તકલા અને હેન્ડલૂમ કારીગરોની પરિસ્થિતિઓને બદલવાની કલ્પના કરે છે.

132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક

કાર્યક્રમના ભાગ રૂપે, ઈડીઆઈઆઈ ગ્રામીણ કારીગરોમાં જ્ઞાન અને કૌશલ્યના અંતરને દૂર કરી રહ્યું છે અને તેમની વ્યવસાયની સંભાવનાઓને વધારવા માટે નવી પદ્ધતિઓ અપનાવવામાં મદદ કરી રહ્યું છે. સપ્ટેમ્બર 2020 માં 6 જિલ્લાઓ સાથે શરૂ થયેલ આ પ્રોજેક્ટે આજે વિસ્તાર કરીને ગુજરાતના તમામ 33 જિલ્લાઓને આવરી લીધા છે.

અત્યાર સુધીમાં, 30365 કારીગરો સુધી પહોંચીને તેમને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે, જેમાં 16670 એ તેમની સંભાવનાઓને વધારવા એડવાન્સ્ડ સ્કીલ ટ્રેનિંગ, જરૂરિયાત આધારિત ડોમેન ટ્રેનિંગ, પ્રમોશન અને માર્કેટિંગ જોડાણોમાં સુવિધા અને માર્ગદર્શક સહાયતા પ્રાપ્ત કરી છે. આ કારીગરોએ રૂ. 28.85 કરોડની આવક મેળવી છે.

એકંદર વ્યવસાયની સંભાવનાઓ નવી ડિઝાઇનના વિકાસ, નવા નેટવર્કિંગ વિકલ્પો, નવા બજારો સુધી પહોંચવા અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર નોંધણી સાથે દ્રશ્યમાન સુધારો દર્શાવે છે.

પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યા અંગે પ્રતિક્રિયા આપતા, ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગોના સેક્રેટરી અને કમિશ્નર પ્રવિણ સોલંકી એ જણાવ્યું હતું કે, “કારીગરોને તેમની ઓળખ તેમની હસ્તકલા અને હેન્ડલૂમ વારસાથી મળે છે. આ હસ્તકલાઓનું સંવર્ધન કરવું અને તેમને ખીલતા જોવાની જવાબદારી આપણી છે અને તેથી સરકારે ઈડીઆઈઆઈ જેવી સંસ્થાઓની મદદથી આ ક્ષેત્રમાં વણકર અને કારીગરોને ઉચ્ચ કૌશલ્ય બનાવવા માટે કામ કરવાનું નક્કી કર્યું. મને આનંદ છે કે અમારા બધા પ્રયત્નોએ પરિણામ દર્શાવ્યું અને અંતે અમે તેમને નવી ડિઝાઇન વિકસાવતા, આધુનિક પદ્ધતિઓ અપનાવતા, તેમના જ્ઞાનનો ઉપયોગ કરતા અને તેમના ઉત્પાદનોના પ્રચાર અને વેચાણ માટે બહુવિધ આધુનિક પદ્ધતિઓ અને ઓનલાઇન પ્લેટફોર્મનો આશરો લેતા જોયા. નિઃશંકપણે ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સાચા અર્થમાં સાર્થક થયું છે.”

EDII ના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાના જણાવ્યા અનુસાર, “ઈ-કોમર્સ અને સોશિયલ મીડિયા વૈશ્વિક સ્તરે બિઝનેસ લેન્ડસ્કેપને સંપૂર્ણપણે બદલી રહ્યા છે, ગ્રામીણ ઉદ્યોગસાહસિકો માટે આ ટેક્નોલોજીકલ પ્રગતિઓ અને તે એકલાહાથે જે લાવી શકે તેવી વિશાળ તકોથી વાકેફ રહેવું જરૂરી છે.

ગ્રામીણ કારીગરો આ ફેરફારો સાથે ગતિ જાળવી રાખે અને ટકાઉ રહેવા માટે પોતાને સજ્જ કરે તે સુનિશ્ચિત કરવું પણ એટલું જ મહત્વનું છે. ઈડીઆઈઆઈ પ્રોજેક્ટ હસ્તકલા યોજના હેઠળ તેમની કુશળતા અને જ્ઞાન વધારવા, તેમને નવા બજારો આપવા અને ગ્રાહકો સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે ઉદ્યોગસાહસિકોને મદદ કરે છે. આજે તેઓ ઉચ્ચ માંગ સાથે નવીન, માર્કેટેબલ પ્રોડક્ટ્સ બનાવે છે.”

આ પણ વાંચો : ત્રીજી T20માં બાંગ્લાદેશે ભારતને 4 વિકેટે હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ સીરિઝ 2-1થી જીતી

સમગ્ર ગુજરાતમાં, હસ્ત કલા સેતુ પ્રોજેક્ટના અમલીકરણથી પરંપરાગત કલા અને હસ્તકલાના ક્ષેત્રમાં ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતા ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં મદદ મળી રહી છે. આ પ્રોજેક્ટ ગુજરાતની વર્ષો જૂની હસ્તકલાને પુનઃજીવિત કરવા તરફ પ્રશંસનીય પગલું છે જે લગભગ લુપ્ત થવાના આરે હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article