વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આવશે અમદાવાદ, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો કરાવશે પ્રારંભ

અમદાવાદના (Ahmedabad) ઓગણજમાં 15મી ડિસેમ્બરથી મહોત્સવનો પ્રારંભ થશે. 30 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશ-વિદેશના લાખો લોકો હાજરી આપશે. ત્યારે આવતી કાલે પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરતમાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આવશે અમદાવાદ, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો કરાવશે પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવશે
| Edited By: | Updated on: Dec 13, 2022 | 4:33 PM

અમદાવાદમાં  પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણ રૂપે થઈ ચૂકી છે. મહાન સંત પ્રમુખ સ્વામી મહારાજના સન્માનમાં ભારત અને વિદેશોમાંથી ઠેર ઠેર લાખો લોકો આ મહોત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે. અમદાવાદના આંગણે રૂડો અવસર આવી રહ્યો છે અને 14 ડિસેમ્બરથી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે આગામી 14 ડિસેમ્બરે પીએમ મોદી ફરી અમદાવાદ આવશે અને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું તેમના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. 14 ડિસેમ્બરે સાંજે પાંચ કલાકે મહોત્સવનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે. BAPSના વડા મહંત સ્વામીની ઉપસ્થિતિમાં આ મહોત્સવનો પ્રારંભ થશે.

અમદાવાદના ઓગણજમાં 15મી ડિસેમ્બરથી મહોત્સવનો પ્રારંભ થશે. 30 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશ-વિદેશના લાખો લોકો હાજરી આપશે. ત્યારે આવતી કાલે પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરતમાં આવશે. આવતી કાલે સાંજે 5 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ આવશે. 5.30 વાગે એરપોર્ટથી સીધા જ તેઓ ઓગણજ ખાતે પહોંચશે. જ્યાં તેઓ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું  ઉદ્દઘાટન કરશે.

આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. એક મહિના સુધી મહોત્સવનું સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજનગર’ અનેકવિધ કાર્યક્રમોથી ગુંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ-અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિએશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર રહેશે.

કાર્યક્રમોની વિગતવાર રૂપ-રેખા

  • 14 ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે
  • 15 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન ઉદ્ઘાટન થશે
  • 16 ડિસેમ્બરે સંસ્કૃતિ દિન, 17 ડિસેમ્બરે પરાભક્તિ દિન
  • 18 ડિસેમ્બરે મંદિર ગૌરવ દિન
  • 19 ડિસેમ્બરે ગુરુભક્તિ દિન
  • 20 ડિસેમ્બરે સંવાદિતા દિન
  • 21 ડિસેમ્બરે સમરસતા દિન
  • 22 ડિસેમ્બરે આદિવાસી ગૌરવ દિન
  • 23 ડિસેમ્બર અધ્યાત્મ અને આરોગ્ય દિન
  • 24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિન
  • 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંમેલન
  • 26 ડિસેમ્બર સ્વામિનારાયણીય સંત સાહિત્ય લોકસાહિત્ય દિન
  • 27 ડિસેમ્બરે વિચરણ સ્મૃતિદિન
  • 28 ડિસેમ્બરે સેવા દિન
  • 29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન
  • 30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન
  • 31 ડિસેમ્બરે દર્શન શાસ્ત્ર દિન
  • 1 જાન્યુઆરીએ બાળ યુવા કીર્તન આરાધના
  • 2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન
  • 3 જાન્યુઆરીએ યુવા સંસ્કાર દિન
  • 4 જાન્યુઆરીએ ગુજરાત ગૌરવ દિન
  • 5 જાન્યુઆરીએ મહિલા દિન-1
  • 6 જાન્યુઆરીએ બીએપીએસ અખાતી દેશ દિન
  • 7 જાન્યુઆરીએ બીએપીએસ નોર્થ અમેરિકા દિન
  • 8 જાન્યુઆરીએ બીએપીએસ યુકે-યુરોપ દિન
  • 9 જાન્યુઆરીએ બીએપીએસ આફ્રિકા દિન
  • 10 જાન્યુઆરીએ મહિલા દિન-
  • 11 જાન્યુઆરીએ બીએપીએસ એશિયા પેસિફિક દિન
  • 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન
  • 13 જાન્યુઆરી સંત કીર્તન આરાધના
  • 15 જાન્યુઆરીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાશે