Ahmedabad : શાકભાજીના ભાવમાં ઘટાડો ! આવક વધતા હોલસેલ બજારમાં સસ્તું, રિટેઇલ બજારમાં હજુ મોઘું

|

Aug 14, 2023 | 6:52 PM

જમાલપુર APMC ખાતે હોલસેલ બજારમાં ભાવ ઘટ્યા છે. પરંતુ રિટેઇલ બજારોમાં શાકભાજીના ભાવ હજુ પણ વધુ છે. આવો જાણીએ હોલસેલ અને રિટેઇલ બજારમાં ભાવના તફાવત વિશે.

Ahmedabad : શાકભાજીના ભાવમાં ઘટાડો ! આવક વધતા હોલસેલ બજારમાં સસ્તું, રિટેઇલ બજારમાં હજુ મોઘું
Vegetable Price

Follow us on

Ahmedabad : શાકભાજી (Vegetable) કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે. જે લોકોના આરોગ્ય માટે ઉપયોગી છે તેમજ શાકભાજી શરીરને શક્તિ પણ પૂરી પાડે છે. ત્યારે શાકભાજીમાં ભાવમાં વધારો થાય તો લોકોના બજેટ તો ખોરવાય છે, પરંતુ આરોગ્યને પણ અસર પડે. જે શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની લોકો ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. જેનો અંત આવ્યો છે અને બે મહિના બાદ શાકભાજીના ભાવમાં 30થી 40 ટકા ઘટાડો નોંધાયો છે. જોકે, હોલસેલ બજાર કરતા રિટેઇલ બજારમાં હજુ વધુ ભાવે શાકભાજી મળી રહ્યા છે.

આ પણ વાંચો AMC દ્વારા અમદાવાદના ચાણક્યપુરીમાં લગાવેલ ટાયર કિલર બમ્પ નિષ્ક્રિય, ફરીથી રોંગ સાઈડ વાહનો દોડવા લાગ્યા! જુઓ Video

અમદાવાદમાં વિસ્તાર પ્રમાણે ભાવ અલગ અલગ હોય છે. જ્યારે TV9એ આ બાબતે તપાસ કરી તો જાણવા મળ્યું કે હોલસેલ બજારમાં ખેડૂત પાસેથી સીધો માલ આવે છે જેના કારણે ત્યાં ભાવ ઓછા હોય છે. અને બાદમાં હોલસેલ બજાર APMCમાંથી શાકભાજી રિટેઇલ બજારમાં જાય ત્યારે તેમાં ટ્રાન્સપોર્ટેશન, મજૂરી અને દલાલી મળતા તે જ ભાવમાં 30થી 50 રૂપિયા જેટલો વધારો થઈ જાય છે. જેના કારણે જે શાકભાજી જમાલપુર APMCમાં 60ની કિલો મળે છે, તે રિટેઇલ બજારમાં 100 રૂપિયે કિલો મળે છે. જેના પર APMCનું પણ કોઈ નિયંત્રણ નહિ હોવાનું જમાલપુર APMCના સેક્રેટરીએ જણાવ્યું હતું.

'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?

રિટેઇલ બજાર અને APMCમાં શાકભાજીના ભાવમાં તફાવત

ટામેટા સપ્તાહ પહેલા રિટેઇલ બજારમાં કિલોના રૂ.200 અને બાદમાં રૂ.160 થયા હતા જેના હવે રૂ.100 થયા છે. તે જમાલપુર APMCમાં હાલ રૂ.70થી 80ના ભાવે મળે છે. તો વટાણા સપ્તાહ પહેલા રિટેઇલ બજારમાં રૂ.240ના મળતા હતા જેના રૂ.100 થયા છે. જે હાલ APMCમાં હાલ રૂ.80ના મળે છે. આજ રીતે અન્ય શાકભાજીમાં પણ APMC અને રિટેઇલ બજારમાં શાકભાજીના ભાવમાં તફાવત જોવા મળે છે.

શાકભાજીની આવક વધતાં ભાવ ઘટ્યા

મળતી માહિતી પ્રમાણે શાકભાજીના ભાવમાં એક સપ્તાહ પહેલાથી જ ઘટાડો થવાની શરૂઆત થઈ હતી. જેની શરૂઆત 7 ઓગસ્ટના રોજ શાકભાજીની આવક 1300 કવીંટલથી 2300 કવીંટલ થઈ હતી. જેના કારણે ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે હોલસેલ અને રિટેઇલ બજારોના ભાવમાં તફાવતને લઈને ગ્રાહકોમાં નારાજગી જોવા મળી છે. જેના કારણે ગ્રાહકોએ ભાવ નિયંત્રણ રાખવા માંગ કરી છે. તો હજુ પણ વધુ ભાવને લઈને લોકો ઓછી ખરીદી કરીને કામ ચલાવી રહ્યા છે.

આ જ રીતે શહેરના પોશ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં શાકભાજીના ભાવ જમાલપુર રિટેઇલ બજાર કરતા પણ વધુ છે. જે ભાવ હજુ પણ લોકો માટે અસહ્ય છે. ત્યારે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે શાકભાજીના ભાવમાં હજુ ઘટાડો થાય જેથી શહેરીજનોને રાહત મળે. વેપારીની વાત માનીએ તો તેના માટે લોકોએ હજુ એક સપ્તાહ જેટલી રાહ જોવી પડશે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article