Ahmedabad: મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીની અધ્યક્ષતામાં અર્પણ કરાઈ પ્રેમાંજલી

|

Aug 04, 2021 | 6:01 PM

સંસ્કારભાસ્કર આચાર્ય સ્વામીશ્રી મહારાજની આજે વાર્ષિક પ્રથમ પુણ્યતિથિ છે.

Ahmedabad: મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીની અધ્યક્ષતામાં અર્પણ કરાઈ પ્રેમાંજલી

Follow us on

ભારતીય સંસ્કૃતિના સંરક્ષક, સર્વધર્મના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ. જેમણે પોતાનું સમગ્ર જીવન ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક, શૈક્ષણિક વગેરે કાર્યોમાં ન્યૌછાવર કર્યું. લાખ્ખો કિલોમીટર દેશ-વિદેશમાં ધર્મ પ્રચારાર્થે સત્સંગ વિચરણ કરી ભારતીય સંસ્કૃતિ અને વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવ્યો હતો. સંસ્કારભાસ્કર આચાર્ય સ્વામીશ્રી મહારાજની આજે વાર્ષિક પ્રથમ પુણ્યતિથિ છે.

આચાર્ય સ્વામીશ્રીના ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક વગેરે લોક હિતના કાર્યોની સુવાસથી પ્રભાવિત થઈ અનેક સંતો-મહંતો અને પ્રકાંડ વિદ્વાનોએ સદ્ધર્મરત્નાકર, સદ્ધર્મજ્યોતિર્ધર, સનાતનધર્મસંરક્ષક, સિદ્ધાંતવાગીશ, દાર્શનિકસાર્વભૌમ, સત્સિદ્ધાંતદિવાકર, સેવામૂર્તિપરંતપ:, વિશ્વવાત્સલ્યમહોદધિ, વેદરત્ન, વર્લ્ડ પીસ એમ્બેસેડર વગેરે પદવીઓથી નવાજ્યા છે. સ્વામીશ્રી મહારાજની આજે વાર્ષિક પ્રથમ પુણ્યતિથિ છે.

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બે દિવસની પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે તેનો પ્રથમ દિવસ હતો ત્યારે સવારે પુરુષોત્તમપ્રિયદાસ સ્વામીજી મહારાજ અમૂલ્ય ગ્રંથ તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી ભાગ–1 મહાન ગ્રંથની પારાયણની મહાપૂજા તેમજ પૂજન, અર્ચન કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ત્યારબાદ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય સ્વામીશ્રીએ પુરુષોત્તમપ્રિયદાસ સ્વામીજી મહારાજ ગ્રંથની પારાયણનો પ્રારંભ કર્યો હતો. આ ગ્રંથ વેદરત્ન આચાર્ય સ્વામીશ્રી મહારાજની જીવનલીલાનો ગ્રંથ છે. સાંજની સત્રસભામાં પણ અજોડ ગ્રંથની પારાયણની કથા શ્રવણનો લાભ દેશ વિદેશના હજારો હરિભકતોએ ઓનલાઈન દર્શન શ્રવણનો લાભ લીધો હતો.

આજે બીજા દિવસે સવારે મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર મુકામે વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજને પાલખીમાં બિરાજમાન કરીને શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, મણિનગર સાથે સ્મૃતિ મંદિરની પ્રદક્ષિણા કરી સમાધિ સ્થાને પધરાવી વેદ રત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું પૂજન-અર્ચન, અષ્ટોત્તરશતનામ જનમંગલ સાથે પુષ્પાંજલિ અર્પણ, આરતી તથા હરિભક્તો દ્વારા કીર્તન મહિમાગન કરવામાં આવ્યું હતું.

સાંજે પારાયણની પુર્ણાહુતી, પૂજન –અર્ચન, આરતી તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજે દિવ્ય આશીર્વાદનો લાભ આપ્યો હતો.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રવિ દહિયાએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં સ્થાન મેળવ્યું,ભારતને અપાવશે પ્રથમ ગોલ્ડ મેડલ

આ પણ વાંચો: Vadodara : સુરતની ગજેરા સ્કૂલની મનમાનીને લઇને સીએમ રૂપાણીનું નિવેદન,કહ્યું નોટિફિકેશનનો ભંગ સરકાર નહિ ચલાવે

Next Article