
આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભારતની સાથે 20થી વધુ દેશો અને ભારતના 18 રાજ્યોના અંદાજે 2,500 ગુજરાતીઓ સામેલ થશે. તો 30 મેગા કોન્કલેવ અને કોન્ફરન્સિસ તેમજ 50 જેટલા કલાકારો સાથેના મલ્ટિમીડિયા શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં (gujarat) ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ–2022’ની (Pravasi Gujarati Parv 2022) શરૂઆત થશે ત્યારે વરિષ્ઠ સંતો મહંતો થી માંડીને દેશ વિદેશમાં ગુજરાતનો ડંકો વગાડનારા ગુજરાતીઓ આ મંચ ઉપરથી વિવિધ વિષય ઉપર પોતાના પ્રતિભાવો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના (Amit SHah) ઉદબોધનથી ‘પ્રવાસી ગુજરાતી પર્વ’નો પ્રારંભ થશે.
More than 2500 Gujaratis across the globe are expected to attend TV9’s #PravasiGujaratiParv2022 @aiana_digital #PGP2022 #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/dxDCiWkROo
— Tv9 Gujarati (@tv9gujarati) October 15, 2022
આજના દિવસ દરમિયાન 5 સેશન આયોજિત કરવામાં આવ્યા છે. સેશનની શરૂઆતમાં Tv9 નેટવર્કના CEO બરૂન દાસ સ્વાગત ઉદ્બોદન કરશે. ત્યાર બાદ AIANAના પ્રેસિડેન્ટ સુનિલ નાયક ઉદ્બોધન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ઉદ્ધબોધન દ્વારા પ્રવાસી પર્વની શરૂઆત કરશે. 12 વાગ્યાથી શરૂ થનારા સેશનમાં BAPSના વરિષ્ઠ સંત પૂજય બ્રહ્મવિહારી સ્વામી પ્રવચન કરશે.
પ્રવાસી ગુજરાતી પર્વ’ એક સર્વગ્રાહી ઈવેન્ટ હશે. જે અંતર્ગત 3 દિવસ સુધી અનેક તેમજ એકથી એક ચઢિયાતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.‘પ્રવાસી ગુજરાતી પર્વ’માં 200થી વધુ દિગ્ગજ હસ્તીઓ, 30 જેટલા બિઝનેસ ટાયકૂન્સ અને 80થી વધુ વક્તાઓ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત 30 મેગા કોન્કલેવ અને કોન્ફરન્સિસ તેમજ 50 જેટલા કલાકારો સાથેના મલ્ટિમીડિયા શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઇવેન્ટના પ્રારંભે ગૃહપ્રધાન અમિત શાહ, અદાણી એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર પ્રણવ અદાણી, એવોર્ડ વિનિંગ ફિલ્મમેકર પાન નલિન અને BAPSના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી સંબોધિત કરશે. પ્રથમ સેશનમાં UKના સાંસદ લોર્ડ ભીખુ પારેખ, મારા ગ્રુપના સ્થાપક આશિષ ઠક્કર સંબોધિત કરશે. બીજા સેશનમાં સવજી ધોળકિયા સહિતના ઉદ્યોગપતિઓ ઉદબોધન કરશે. ત્રીજા સેશનમાં ક્રિકેટરો રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પુજારા ચર્ચામાં જોડાશે.તો ચોથા સેશનમાં ડિરેક્ટર્સ અસિતકુમાર મોદી, અનિસ બઝમી, અબ્બાસ મસ્તાન તેમજ વિખ્યાત લેખક જય વસાવડા વિચારોનું આદાનપ્રદાન કરશે.
Published On - 9:48 am, Sat, 15 October 22