Ahmedabad: બહુ ગાજેલ ગુજરાત યુનિવર્સિટીના(Gujarat University) ઉત્તરવહી કાંડમાં( Answer Book Scandal )અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP નો કથિત કાર્યકર્તા સની ચૌધરી જ મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સની ચૌધરી હાલ પોલીસ પકડથી દૂર છે ત્યારે ABVP એ દેખાડો કરવા કુલપતિની આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગ કરી છે.સની ચૌધરીના ભાજપ નેતાઓ સાથેના ફોટો હોવા છતાં ABVP સની પટેલથી છેડો ફાડી રહ્યું છે.
ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાંથી 10 જુલાઈ મોડી રાત્રે 28 ઉત્તરવહી ગાયબ થઈ હતી. જેનો પર્દાફાશ NSUI એ કર્યો હતો. કુલપતિએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર મામલામાં તપાસ થઈ છે. જેમાં ABVPનો કથિત કાર્યકર સની ચૌધરી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Gujarat Video: હિંમતનગરમાં ડોક્ટર ગર્ભ પરિક્ષણ કરતા ઝડપાયો, 572 કિમી દૂરથી આવેલી ટીમે છટકુ સફળ કર્યુ
જે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ગાયબ થઈ હતી તેની પોલીસ તપાસ થતા તેમણે સની ચૌધરીએ એમનો સંપર્ક કર્યો હોવાનું અને 50 હજાર માં એક પેપરમાં પાસ કરાવવાના લેતો હોવાનું પોલીસને જણાવ્યું હોવાનું સામે આવ્યું છે.
ઉત્તરવહી કાંડમાં અત્યાર સુધી ચૂપ રહેલ ABVP અચાનક જાગ્યું હતું અને કુલપતિની તટસ્થ તપાસ કરવા માટે આવેદનપત્ર પણ આપ્યું. સની ચૌધરી ABVP કાર્યકર્તા છે. ABVP કાર્યાલયના ફોટો, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સની ચૌધરીને હર ઘર તિરંગાની શુભકામનાઓ આપતી પોસ્ટનો ફોટો, નરહરિ અમીન, કૌશિક જૈન, ઋત્વિક પટેલ સાથેના ફોટો પણ સામે આવી રહ્યા છે.
સન્ની ABVP નો જ કાર્યકર હોય એ સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે દેખાડા માટે આજે ABVP એ આવેદનપત્ર આપ્યું.સાથે જ એ દાવો પણ કર્યો કે ABVP માસ બેઝ પાર્ટી છે. એમાં અનેક લોકો જોડાતા હોય છે. સન્નીના ફોટો ખોટા વાયરલ કરાઈ રહ્યા છે. તે ABVP સાથે કે એના કોઈપણ હોદ્દા પર રહેલ નથી.. જે લોકો ઉત્તરવહી કાંડ માં સંકળાયેલ હોય એમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:14 pm, Tue, 18 July 23