ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022) આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે. ત્યારે આ પહેલા ગુજરાતના (Gujarat) મતદારોને રીઝવવા દરેક પક્ષ અત્યારથી જ પ્રયાસો કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ પણ વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ મહિનાના અંતિમ દિવસો ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી લઇને કચ્છ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવી શકે છે. વડાપ્રધાન 27-28 ઓગસ્ટે ગુજરાત આવી શકે છે. વડાપ્રધાનના ગુજરાત આગમનને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ અને કચ્છના અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. અગાઉ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આ કાર્યક્રમો યોજાવાના હતા. જો કે જે રીતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. તેને લઇને આ કાર્યક્રમો રદ કરવામાં આવ્યો હતો.
27 ઓગસ્ટથી વડાપ્રધાનનો જે ગુજરાત પ્રવાસ છે તેની વાત કરવામાં આવે તો વડાપ્રધાનના અમદાવાદમાં કાર્યક્રમો ગોઠવાઇ રહ્યા છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલ છે તેનું લોકાર્પણ કરવામાં આવશે. તેની સાથે એક જનસભાનું સંબોધન પણ વડાપ્રધાન મોદી કરશે. બીજી તરફ વડાપ્રધાનનો કચ્છમાં પણ કાર્યક્રમ યોજવામાં આવશે. કચ્છમાં સ્મૃતિ વન તૈયાર કરવામાં આવી રહ્યુ છે. આ સ્મૃતિ વનનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરશે. સાથે જ તેઓ કચ્છમાં એક વિશાળ જનસભા પણ સંબોધશે.
વડાપ્રધાન છેલ્લા ચાર મહિનાથી સતત ગુજરાતના પ્રવાસે છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ તેમનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. જો કે આ વખતની મુલાકાતનું તેમનું સીધુ ફોક્સ કચ્છ અને તેની આસપાસના વિસ્તારોનું માનવામાં આવી રહ્યુ છે. જેના માટે કચ્છમાં ખાસ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતની મુલાકાત લઇને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનુ માર્ગદર્શન આપતા રહેશે.